કોરોના કહેર:વોર્ડ નં.2ના સભ્યો સામે થયેલા આક્ષેપ ખોટા, સતત સાડા ચાર વર્ષથી આ વિસ્તારના નગરસેવકો સક્રિય રહ્યા છે

ગાંધીધામ2 વર્ષ પહેલા
  • કૉપી લિંક

નગરસેવિકા પન્નાબેન જોશીએ જણાવ્યું હતું કે, સતત સાડા ચાર વર્ષથી આ વિસ્તારના નગરસેવકો સક્રિય રહ્યા છે. 2-બી 219થી 238 અને વોર્ડ 4-એ પ્લોટ નં. 1થી 10ના વિસ્તારને કોરોના પોઝિટિવ કેસથી પ્રતિબંધિત કરાયો હતો. કલેક્ટરે બહાર પાડેલા જાહેરનામામાં મકાનમાં ક્ષતિ અને સમયગાળામાં પણ ભૂલ હતી. પ્રથમ દિવસે જ સક્ષમ અધિકારીનું ધ્યાન જોશીએ આ બાબતે દોર્યું હતું. નગરસેવિકા ઉષા મીઠવાણી અને તેના પતિ નંદુ મીઠવાણી પ્રતિબંધના સમયગાળામાં શરૂઆતથી જ સક્રિયા રહ્યા છે અને ભોજનની મદદની સાથે સેનીટાઇઝેશનની કામગીરી પણ કરાવી છે. જ્યારે અન્ય નગરસેવક પરમાનંદ ક્રિપલાણી 70 વર્ષ અને જોશીની 61 વર્ષની ઉંમર હોવાને કારણે સિનિયર સિટિજનને લઇને  ગાઇડલાઇન મુજબ પ્રતિબંધિત વિસ્તારથી દૂર રહ્યા હતા. ટેલિફોનથી રહીશોને માર્ગદર્શન આપી સંપર્કમાં રહ્યાનો દાવો કરાયો હતો. 

અન્ય સમાચારો પણ છે...