ગાંધીધામના એક શખ્સે ખોટું નામ આપી પોતે નગરપાલીકાના કામ રાખતો હોવાનું જણાવી લખપત તાલુકાના 7 ખેડૂતો પાસે ટ્રેક્ટર અને જેસીબી ભાડે ચલાવવા મગાવ્યા બાદ ભાડું તો ઠીક વાહનો પણ પડાવી લીધાનો આક્ષેપ કરી મોટી છેરના ભોગ બનનાર ખેડૂત ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે તેમજ દયાપર પોલીસને ફરિયાદ અરજી કરી હતી.
લખપત તાલુકાના મોટી છેર ગામે રહેતા મદારસિંહ સાલુજી રાઠોડે ગાંધીધામ બી-ડિવિઝન પોલીસ મથકે કરેલી ફરિયાદ અરજીમાં જણાવ્યુ઼ હતું કે ઓછો વરસાદ થયો હોવાને કારણે ટ્રેકટર કામ વગર ઉભા હોઇ તેમનો મામાઇ ભાઇ લાલજી રાણાજી જાડેજા કે જે ગાંધીધામ ખાતે જેસીબી ઓપરેટર તરીકે ગયો હતો તેણે અહીં ટ્રેક્ટર અને જેસીબીનું મોટા પ્રમાણમાં કામકાજ રહેતું હોવાનું જણાવી તે કામ દેવરાજ આહિર જેનું ખરેખર સાચું નામ ચમનભાઇ પરમાર હોવાનું જણાવી તેના મોબાઇલ નંબર આપ્યા હતા.
આ પોતાને દેવરાજ આહિર તરીકે ઓળખ આપનાર ચમન પરમારે તેમને પોતે ગાંધીધામ નગરપાલિકાનું કામ કરે છે કહી જેસીબીનું મહિનાનું ભાડું રૂ.80,000 અને લઇ આવવાનું રૂ઼17000 ભાડું પોતે આપશે તેમજ ટ્રેક્ટરનું એક મહિનાનું ભાડું રૂ.25,000 આપીશ કહેતાં તેમણે પોતાનું તેમજ ભત્રીજા ખેતાજી દુદાજી સોઢાનું નવું ટ્રેક્ટર મોકલાવ્યું હતું.
જેમાં ડ્રાઇવરોને પરત મોકલી દીધા હતા. ત્યારબાદ તેમના કાકાનું એક ટ્રેક્ટર ટ્રોલી સાથે, મિત્ર કલ્પેશ જેન્તીલાલ ભીમાણી, પાનધ્રોના ટેકચંદ ચેલારામ જોષી, સુરેશ મારાજના વેવાણનું અને સબંધી ભુરજી રાણાજી સોઢાનું જેસીબી એમ કુલ 8 ટ્રેક્ટર અને જેસીબી મોકલાવ્યા બાદ ભરતભાઇ જોષીએ પોતાનું ટ્રેક્ટર સોશિયલ મિડીયામાં વેંચાણે રાખેલું જોવા મળતાં દેવરાજ આહિર ઉર્ફે ચમન પરમારને ફોન કરતાં બે દિવસમાં હું તમને પહો઼ચાડી આપીશ કહ્યા બાદ ફોન બંધ આવી રહ્યો છે. ગાંધીધામના આ શખ્સે પોતાના સહિત કુલ 8 લોકોના ભાડા તો ઠીક વાહન પણ પડાવ્યા હોવાનું તેમણે ફરિયાદ અરજીમાં જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.