તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ચૂંટણી:તાલુકા પંચાયતમાં પૂર્વ ઉપપ્રમુખ સિવાયના બધા નવા, 15 નવા ચહેરાઓની જાહેરાત કરવામાં આવી : પૂર્વ પ્રમુખ વગેરે હોદ્દેદારોની ટિકિટ કાપી નાખવામાં આવી

ગાંધીધામ21 દિવસ પહેલા
 • કૉપી લિંક

ગાંધીધામમાં તાલુકા પંચાયતની 16 બેઠકો આવેલી છે. જેમાં છેલ્લે 12 બેઠકો ભાજપ પાસે અને 4 બેઠકો કોંગ્રેસ પાસે રહી હતી. આજે નવા જાહેર કરવામાં આવેલા ભાજપના ઉમેદવારોમાં જુનામાં પૂર્વ ઉપપ્રમુખ એકને બાદ કરતા તમામ નવા ચહેરા ઉતારવામાં આવ્યા છે. નવા ચહેરાને લઇને હવે તાલુકા પંચાયતમાં નવા જૂની થઇ શકે તેમ છે.

ભાજપ દ્વારા ઉમેદવારોના લીસ્ટ બહાર પાડવામાં વિલંબ થયો હતો. લાંબા સમયની સોગઠા બાજી અને આંતરીક ખેંચતાણ પછી તાલુકા પંચાયતના ચિત્રમાં જોવામાં આવે તો ગત બોડીમાં ઉપપ્રમુખ તરીકે રહી ચૂકેલા નવ જૂવાન નિખીલ હડીયા સિવાયના તમામની ટિકિટ કાપી નાખવામાં આવી છે. જેમાં પૂર્વ પ્રમુખોમાં ગીતાબેન મ્યાત્રા, નારણભાઇ બાબરીયા, લક્ષ્મીબેન વગેરેનો સમાવેશ થાય છે. જ્યારે તાલુકા ભાજપના મહામંત્રી શૈલેષ લાવડીયાના પત્ની સાકળબેને પણ અંતરજાળ-1 માટે ટિકિટ માંગી હતી. તેને ટિકિટ ફાળવવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો