પોલીસ કાર્યવાહી:ગુરૂનગરમાં ઘરમાંથી દારૂ મળી આવ્યો, આરોપી ફરાર

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • મેઘપર-બોરીચીમાંથી 12 બોટલ શરાબ સાથે 1 જબ્બે

ગાંધીધામ અને અંજારમાં બે અલગ કાર્યવાહીમાં પોલીસે બે ઘરમાંથી દારુની અનુક્રમે 10 અને 12 બોટલ દારુ ઝડપ્યો હતો. એકમાં આરોપી ઝડપાયો હતો, તો બીજામાં માત્ર જથ્થો જપ્ત કરી શકાયો હતો.

ગાંધીધામના 400 ક્વાટર વિસ્તારમાં પેટ્રોલીંગમાં રહેલી એલસીબી પોલીસ બાતમીના આધારે ગુરુનગરના એસએફએક્સ 85 ના મકાનમાં ધસી ગયા હતા. જ્યાં આરોપી કમલ કિશોરભાઈ ઢાલવાણી દારુની બોટલ રાખીને વેંચાણ કરતો હોવાની જાણ થઈ હતી. પોલીસે ઘર જઈને તપાસ કરતા આરોપી મળી આવ્યો નહતો. પરંતુ ઘરના પહેલાજ રુમમાં વાદળી રંગની પ્લાસ્ટીકની થેલીમાં પડેલી દારુની 10 બોટલ મળી આવતા તેને જપ્ત કરી હતી. એ ડિવિઝન પોલીસમાં 5200નો પ્રોહી. મુદામાલ જપ્ત કરીને આરોપી વિરુદ્ધ ગુનો નોંધાયો હતો. તો બીજી કાર્યવાહીમાં મેઘપર-બો.ની ઓમ રેસિડેન્સીમાં રહેતો કિશોર હીરાલાલ મંગવાણી પોતાના રહેણાંકના મકાનમાં શરાબનો વેચાણ કરતો હોવાની બાતમી આધારે અંજાર પોલીસે દરોડો પાડ્યો હતો. જ્યાંથી આરોપી રૂ. 4500ના કિંમતની 12 બોટલ શરાબ સાથે ઝડપાઇ ગયો હતો. આ દરોડામાં આરોપી તરુણ ઉર્ફે ટીચકું ધનરાજ સિંધી હાજર મળ્યો ન હતો.

અન્ય સમાચારો પણ છે...