તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

હાલાકી:હવાઈ માર્ગે ગયેલા પ્રવાસીઓ મુંબઈમાં ટેસ્ટ માટે થયા હેરાન

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • લોકોને કલાકો સુધી રાહ જોવી પડી, રેલવેમાં મુંબઈ જતા પ્રવાસીઓ વિમાસણમાં

કોરોના કાળમાં દરેક બાબતોમાં આવી રહેલા બદલાવમાં સૌથી વધુ પ્રભાવીત યાતાયાત, પ્રવાસીઓ થઈ રહ્યા છે. એક સ્થળ થી બીજા સ્થળે જવાથી સંક્રમણ ફેલાવવાનો ખતરો વધુ રહેતો હોવાથી તેને અંકુશ કરવા કોરોના ટેસ્ટ કરાવવાનો નિર્ણય મહારાષ્ટ્ર સરકાર દ્વારા લેવાયો છે, પરંતુ આટલી મોટી સંખ્યામાં પ્રવાસીઓના આવન જાવનના કારણે દરેકનું યોગ્ય ચેકિંગ અને અનુસારના સંશાધનો યોગ્ય માત્રામાં ન હોતા પ્રવાસીઓને પરેશાનીઓ અને વિમાસણોનો સામનો કરવો પડી રહ્યો છે.

કંડલાથી મુંબઈની ફ્લાઈટમાં ગયેલા કેટલાક પ્રવાસીઓ કે જેમણે અગાઉથી આરટીપીસીઆર ટેસ્ટ નહતા કરાવ્યા, તેમને એરપોર્ટ પર કોરોના ટેસ્ટ કરાવવા જણાવાયું હતું. જે માટે પહેલા ઓનલાઈન રજિસ્ટ્રેશન, ખર્ચ ચુકવણુ કરીને ક્રમાંકની રાહ જોવાની રહે છે. કેટલાક પ્રવાસીઓએ જણાવ્યું હતું કે તેમણે ચાર થી છ કલાક સુધી રાહ જોઇને આ તમામ પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડ્યું હતું. તો રેલવેમાં જતા પ્રવાસીઓતે વીમાસણમાં મુકાયા છે કે ટેસ્ટ કરાવવાનું છે કે નહિ, અને જો નહિ કરાવાય તો મુંબઈ સ્ટેશન પર શુ સંભવત પ્રક્રિયા હાથ ધરાશે. આ અંગે રેલવે વિભાગ દ્વારા જણાવાયું હતું કે અહી થી ઉપડતા સમયે અને ત્યાં પણ રેલવે વિભાગ દ્વારા માત્ર થર્મલ સ્ક્રીનિંગ કરવામાં આવે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો