કાર્યવાહી:મનફરાનો કુખ્યાત બુટલેગર પાસા તળે અમદાવાદ ધકેલાયો

ગાંધીધામ17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ભચાઉ, સામખિયાળી પોલીસમાં 5 ગુના નોંધાયા હતા

પૂર્વ કચ્છના મનફરા રહેતા કુખ્યાત બુટલેગરને પાસા તળે કાર્યવાહી કરી અમદાવાદ મધ્યસ્થ જેલ ધકેલી દેતાં વધુ એક બુટલેગર પાસા હેઠળ ધકેલાયો છે. એલસીબી ઇન્ચાર્જ પીઆઇ કે.એન.સોલંકીએ વિગતો આપતાં જણાવ્યું હતું કે, જિલ્લામાં દારૂની બદી અટકાવવા તેમજ આ પ્રવૃતિ સાથે સંકળાયેલા ઇસમો ઉપર પાસા તળે અટકાયતી પગલાં લેવાની અપાયેલી સૂચના મુજબ ભચાઉ તાલુકાના મનફરા રહેતા કુખ્યાત બુટલેગર રમેશ ઉર્ફે મનજી કરશન કોલી વિરૂધ્ધ ભચાઉ અને સામખિયાળી પોલીસ મથકે જુદા જુદા છ કેસો નોંધાયા હોઇ તેના વિરૂધ્ધ પાસા દરખાસ્ત તૈયાર કરી કચ્છ કલેક્ટરને મોકલાયા બાદ કલેક્ટર તરફથી પાસા તળે પકડવાનો વોરંટ ઇશ્યુ કરાતાં આરોપી રમેશ ઉર્ફે મનજી કરશન કોલીને પાસા તળે પકડી લઇ અમદાવાદ મધ્યસ્થ જેલ હવાલે કરવામાં આવ્યો હતો. આ પહેલાં પણ બે બુટલેગરોને પાસા તળે ધકેલી દેવાયા છે.

અન્ય સમાચારો પણ છે...