તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

એજન્સીને નોટિસ:સીસીટીવી કેમેરા લગાવવા ખોદેલા રોડના લાખો રૂપિયા ભરવા એજન્સીના ઠાગાઠૈયા

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • સુધરાઇએ શહેરના અંદાજે 44 માર્ગ તોડવા એજન્સીને મંજુરી આપી
 • સચિવ કક્ષા સુધી મામલો મોકલાયો છતાં પરીણામ શૂન્ય

રાજ્ય સરકાર દ્વારા શહેરને સલામત ગણાવવાના હેતુથી ગાંધીધામમાં સેલ્ફ એન્ડ સિક્યોરીટી ગુજરાત પ્રોજેક્ટ અંતર્ગત પ્રોજેક્ટ આપ્યો હતો. શહેરના જુદા જુદા વિસ્તારોમાં સીસીટીવી કેમેરા લગાવીને અસામાજિક પ્રવૃતિ પર અંકુશ આવે તે હેતુથી કાર્યવાહી કરવામાં આવી હતી. પ્રોજેક્ટ આપવામાં આવેલ એજન્સીને નગરપાલિકાએ અન્યની જેમ રોડ તોડવાની મંજુરીમાં આવેલી દરખાસ્ત મંજુર કરી હતી. પરંતુ પાછળથી રોડ તોડવા માટે લાખો રૂપિયા ભરવા જોઇએ તે ભરવામાં ઠાગાઠૈયા એજન્સીએ કર્યા હતા. નાણાંકીય વર્ષ પુરૂં થવામાં આવ્યું છતાં એજન્સીના 12 લાખથી વધુ રકમ બાકી હોવાનો દાવો પાલિકાના સૂત્રો કરી રહ્યા છે.

સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ સરકારે આપેલા પ્રોજેક્ટમાં શહેરના 44 જેટલા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા હતા. જે તે સમયે આ પ્રોજેક્ટ તૈયાર કરવામાં આવ્યો ત્યારે પાલિકાએ ઓરેન્જ બિઝનેસ સર્વિસીસને રોડ તોડવા મંજુરી આપી હતી પરંતુ જેમાં કેટલીક શરતો પણ લાદવામાં આવી હતી. રોડ તોડવા માટે અન્યોને જેમ સૂચના આપવામાં આવે છે અને પૈસા ભરાવવામાં આવે છે તેમ આ એજન્સી પાસે પણ કાર્યવાહી કરાઇ હતી. રકમ ભરવામાં ન આવતાં પાલિકાએ ડિમાન્ડ નોટ પણ મોકલી હતી.

સચિવથી લઇને સ્થાનિક કક્ષાએ પ્રોજેક્ટના સંબંધિત વર્તુળોને પણ આ બાબતની જાણ કરવામાં આવી હતી. આમ છતાં હજુ સુધી રકમ ભરાઇ નથી. પાલિકાના જ પદાધિકારીના રસહીન વહીવટને કારણે પાલિકાની તિજોરીમાં જે પૈસા આવવા જોઇએ તે સમયસર આવી શક્યા નથી તેવો કચવાટ પણ ઉભો થઇ રહ્યો છે. જોકે, એજન્સીના વર્તુળોનો સંપર્ક સાધી શકાયો ન હોવાથી તેમનું મંતવ્ય જાણી શકાયું નથી.

પાણીની લાઇન તોડી હતી
પાલિકાના સૂત્રોના દાવા મુજબ અગાઉ જે તે સમયે આ પ્રોજેક્ટ તૈયાર કરવાનો હતો અને ગાંધીધામ- આદિપુરના જુદા જુદા સ્થળો પર સીસીટીવી કેમેરા લગાવવાના હતા જેમાં રોડ ખોદવામાં પાણીની કે અન્ય લાઇનને નુકશાન કરવામાં આવ્યું હતું. આ બાબતે પાલિકાએ સંબંધિત એજન્સીનું ધ્યાન પણ જે તે સમયે દોર્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા વ્યવહારિક ગતિવિધિઓમાં સારી વ્યવસ્થા બની રહેશે. નવી-નવી જાણકારીઓ પ્રાપ્ત કરવામાં પણ યોગ્ય સમય પસાર થશે. તમારે તમારા મનગમતા કાર્યોમાં થોડો સમય પસાર કરવાથી મન પ્રફુલ્લિત રહેશે અને...

  વધુ વાંચો