સમસ્યાનો અંત આવશે:NOC મેળવવા એજન્સીના ધમપછાડા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભૂગર્ભ ગટરલાઇનની કામગીરી પૂર્ણ, ક્યાંક ધોરણ બાકી જોડાણ બાકી : ગટર ઉભરાવવાની સમસ્યાનો અંત આવશે
  • 30 કરોડથી વધુ રકમના કામે ગાંધીધામ-આદિપુર માટે આપવામાં આવેલા પ્રોજેક્ટમાં યોગ્ય નિરીક્ષણ કરવું પડશે

ગાંધીધામ નગરપાલિકાને આપવામાં આવેલા વિવિધ પ્રોજેક્ટ માં કોઈને કોઈ સવાલો ઉભા થઇ રહ્યા છે. એક બાજુ હાલ હાઇકોર્ટની કઠોર ટિકાના પગલે નગરપાલિકા બેકફુટમાં મુકાઈ ગઈ છે. પાલિકાની આબરૂ ધૂળધાણી થઈ ગઈ છે તેમ કહી શકાય. દરમિયાન બે વર્ષથી શેરમા ગટર ઉભરાવા સહિતની સમસ્યાઓ નો નિકાલ લાવવા માટે સંકુલને આપવામાં આવેલા 30 કરોડથી વધુ રકમના પ્રોજેક્ટ ને આખરી ઓપ આપી દેવામાં આવ્યો છે કામ પૂર્ણ થઇ ગયું છે પરંતુ હજુ કેટલાક વિસ્તારોમાં જોડાણ આપવાના બાકી સહિતની કેટલીક ખામીઓના પગલે જો વ્યવસ્થિત રીતે તેનો મોનીટરીંગ કરી ને સુધારો લાવવામાં ન આવે તો કંઈક સમસ્યા ઊભી થઈ શકે તેમ છે.

પાલિકાના સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ નગરપાલિકાને આપવામાં આવેલ ભૂગર્ભ ગટર યોજનાના કામમાં શરૂઆતથી જ પ્રશ્નો ઉભા થઇ રહ્યા છે. જીયુડીસીને સોંપવામાં આવેલ આ પ્રોજેક્ટમાં શરૂઆતના તબક્કે ગોકળગતિએ કામગીરી થઈ હતી અને તેને લઈને લોકોને હેરાનગતિનો સામનો કરવો પડ્યો હતો તેવી ફરિયાદો ઉઠતી હતી. જે તે સમયે આ બાબતે પાલિકાના સૂત્રધારો પાસે પણ રજૂઆતો કરવામાં આવી પરંતુ કોઈ પગલાં ભરવામાં આવ્યા ન હતા. કોઈ દબાણ કે અન્ય કારણોસર આ પ્રોજેક્ટમાં કેવું જોઈએ તેવું મોનિટરી કરવામાં આવ્યું નથી તેઓ કચવાટ પણ ઉઠી રહ્યો છે.

એક બાજુ આ પ્રોજેક્ટ પૂર્ણ થતાં પાલિકાને સોંપવાની કામગીરી આખરી ઓપ આપવા સહિતના મુદ્દે જીયુડીસી અને વરૂડી એજન્સી દ્વારા પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે જ્યાં સુધી તમામ બાબતો નું નિરીક્ષણ કરીને કોઈ ખામી રહી ગઈ હોય તો તે સુધારી ત્યારબાદ જ પાલિકા આગળ વધે તે જરૂરી બન્યું છે કારણ કે અગાઉ નગરપાલિકાને આવા પ્રોજેક્ટમાં કડવા અનુભવ થઇ ચુક્યા છે. હાલ એજન્સી દ્વારા એનઓસી મેળવવા માટે ધમપછાડા પણ શરૂ કરી દેવામાં આવ્યા છે પરંતુ ભાજપના જ કેટલાક વર્ગ આ બાબતે જો અને તો નીતિ અપનાવીને ત્યાં સુધી વ્યવસ્થિત રીતે ન થાય ત્યાં સુધી આગળ ન વધવા જાગૃતિ દાખવવામાં આવી રહી છે. પાલિકાની સેનિટેશન કમિટિના ચેરમેન કમલ શર્માએ જણાવ્યું હતું કે, હજુ કેટલાક કનેકશન આપવાના બાકી છે. જોડાણો પણ અધૂરા છે.

નગરસેવકોએ પણ અભ્યાસ કરવો પડશે
નગરપાલિકામાં જોવામાં આવે તો હાલ ભાજપમાં 50 ટકાથી વધુ સભ્યો નવા છે. નવા ચૂંટાયેલા સભ્યોનો ને તેના વિસ્તારમાં ધ્યાન આપવામાં આવે આવે છે તેમાં કેટલીક ફરિયાદો નો સામનો કરવાની નોબત આવી ગઈ છે. અગાઉના શાસકો દ્વારા જે તે વોર્ડમાં યોગ્ય રીતે જાળવણી કરવામાં ન આવતા હવે ત્યારબાદ ચૂંટાયેલા સભ્યોને ભોગે આ જવાબદારી આવી રહી છે. કેટલાક સભ્યો આ બાબતે જાગૃતિ દાખવી ને ગટર ઉભરાવા સહિતની જુદી-જુદી સમસ્યાઓનું નિરાકરણ આવે તે માટે કાર્યરત છે. પરંતુ જો યોગ્ય રીતે પગલાં ભરવામાં ન આવે તો ભવિષ્યમાં અનેક પ્રશ્નો ઉભા થઇ શકે તેવી દહેશત નકારી શકાય તેમ નથી.

મહેશ્વરીનગરમાં વરસાદી પાણીના નિકાલ કરાયા
મહેશ્વરીનગરમાં પાણીનો નિકાલ અટકતાં પાણી અને કાદવનું સામ્રાજ્ય જોવા મળ્યું હતું. જેને લઇને અવરજવર કરતા લોકોમાં કચવાટની લાગણી જન્મી હતી. આ અંગે પાલિકામાં રજૂઆત થયા પછી સેનિટેશન કમિટિના ચેરમેને અંગત રસ લઇને તાકીદે ગટર ચેમ્બરમાંથી કાદવ કઢાવીને સમસ્યાનો ઉકેલ લાવવા માટે પ્રયત્ન કર્યો હતો. પાલિકાની આ કામગીરીના પગલે રહીશોએ પણ હાશકારો અનુભવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...