મુંબઇમાં બોમ્બ બ્લાસ્ટની ધમકી:આરોપી મૂળ આદિપુરનો અને હાલ દુબઈ રહેતો હોવાનું પ્રાથમિક તારણ, માનસિક અસ્થિર સ્થિતિમાં રહેતો હોવાનું ખુલ્યું

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
ફાઈલ તસ્વીર - Divya Bhaskar
ફાઈલ તસ્વીર
  • રેલવે પોલીસે કહ્યું ડરવાની જરૂર નથી

મુંબઈના બાંદ્રા રેલવે પોલીસ મથકે બોમ્બ હોવા અંગેની ધમકી આપતો કોલ આવ્યો હતો. જે અંગે તપાસ કરતા મુંબઈ રેલવે પોલીસ મુળ શખ્સ સુધી પહોંચી હતી. જે મુળ આદિપુરના હોવાનો અને ગત સપ્તાહેજ ગાંધીધામમાં પણ ધમકી આપી ચુક્યો હોવાનું જણાવી તે માનસીક અસ્થિર હોવાનું કહ્યું હતું.

મુંબઈ રેલવે પોલીસના કમિશનર કૈસર ખાલીદે જણાવ્યું કે બાંદ્રા રેલવે પોલીસે બોમ્બ એટેકની ધમકી આપનાર શખ્સ દુબઈમાં તેની માતા સાથે માનસીક અસંતુલીત અવસ્થામાં રહે છે. તેણેજ ગયા સપ્તાહે ગાંધીધામમાં પણ સંપર્ક કરીને ધમકી આપી હતી. પોલીસે તેના પરિવારજનો સાથે વાત કરી હોવાની પુષ્ટી કરીને તેમની આ પ્રકારના કોલ કરવાની આદત હોવાનું જાણવા મળ્યું હતું. જે અંગેની નોંધ કરીને પોલીસે આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ સાથે એક ફરિયાદની કોપી પણ તેમણે શેર કરી હતી. જેમાં થયેલી ફરિયાદ અંગે જણાવાયું હતું કે દુબઈથી હિતેશભાઈ (આદિપુર) એ ફોન કરીને જણાવ્યું હતું કે હુ દુબઈથી બોલું છુ અને હાલ દુબઈમાં રહુ છુ. આ સાથે કહેલ કે દિલ્હીનો એક વ્યક્તિ અને અન્ય શખ્સો પાકિસ્તાનને મદદ કરે છે. જે પાકિસ્તાન અને દુબઈમાં બનાવ પણ બનેલા છે. જેથી ગુજરાત પોલીસે એલર્ટ રહેવું જોઇએ તેમ ત્રણ થી ચાર વખત ફોન કર્યો હતો. ઈન્ટરપોલ, એરફોર્સ સહિતનાને સંદેશ આપવાની વાત પણ તેમા કહેવાઈ હતી. આ અંગે કોઇ ભયની સ્થિતિ ન હોવાનું પણ પોલીસે જણાવ્યું હતું. આ અંગે ગાંધીધામના આરપીએફ અને જીઆરપીનો સંપર્ક સાધતા તેમણે અજાણતા દર્શાવી હતી.

અગાઉ પણ આંતકવાદી સંગઠનના નામે પત્ર મોકલી હુમલાની ધમકી આવી હતી
સ્થાનિક રેલવેના સુત્રોએ જણાવ્યું કે અગાઉ આ પ્રકારની ધમકી આંતકવાદી સંગઠનના નામે આવેલા પત્ર થકી પણ આવી હતી. જેમાં હુમલાની ધમકીઓ અપાઈ હતી, ત્યારબાદ રેલવે સહિતના ગુપ્તચર અને સુરક્ષા વિભાગોએ સચેતતા દાખવી ચુસ્ત બંદોબસ્તનું ધ્યાન રાખ્યું હતું.