તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પાણી માટે વલખાં:આઠ દિવસ પાણીનો ત્રાસ ભોગવ્યા પછી લોકોએ ભાજપના સભ્યના ઘરે કર્યો ઘેરાવ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • નપાણીયા નેતાઓને કારણે સંકુલના લોકો પાણીના ટીપે ટીપા માટે મારે છે વલખાં
  • પાલિકા પ્રમુખ સહિતના વિસ્તારોમાં પાણીની બુમ
  • લિકેજના રીપેરિંગમાં લોચો પડ્યો,ને સર્જાઈ રામાયણ

પાલિકાના નપાણીયા શાસકોને કારણે લોકોને અંતે પાણી એ હાડમારીનો સામનો કરવાની નોબત આવી રહી છે .છેલ્લા અઠવાડિયાથી જુદા જુદા વિસ્તારોમાં પાણી મળતું હોવાની ફરિયાદો વ્યાપક સ્તરે ઉઠ્યા પછી પણ કોઇ પગલાં ભરવામાં ન આવતા લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. આજે વોર્ડ નંબર 2 માં સત્તાપક્ષના સભ્યના ઘરે આઠ દિવસ સુધી પાણી નો મળતા લોકોએ કાળો કકળાટ કરીને નગરસેવિકાને ઘેરવાનો પ્રયત્ન કર્યો હતો.

પ્રમુખના વોર્ડ સહિત અન્ય વિસ્તારોમાં પણ આવી સ્થિતિ જોવા મળી રહી છે પરંતુ ભાજપના કેટલાક સભ્યોના મોઢામાં મગ ભરેલા હોવાથી પરિસ્થિતિ વિકટ બનતી જાય છે. રામબાગ પાણીના ટાંકા મરંમતમાં કોઈ ગડબડ તથા સર્જાયેલી સ્થિતિ પછી પાલિકાના પદાધિકારીઓ એ પાણીના ટાંકા પર પહોંચી જઈને તાકીદે પાણીની વ્યવસ્થા શરૂ થાય તે માટે પ્રયત્નો શરૂ કર્યા હતા. આજે ઘણા વિસ્તારોમા પાણી વિતરણ થતાં લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

પાલિકાની નીતિ સામે લોકોમાં ફરી એક વખત કચવાટ જોવા મળી રહ્યો છે. સંકુલમાં 35થી 37 એમએલડી પાણી નો જથ્થો નર્મદા ના નીર નો આવતો હોવા છતાં કોઈને કોઈ કારણોસર લોકોને પાણી મળતું ન હોવાથી ભાજપના શાસકો પ્રત્યે લોકોમાં રોષની લાગણી જન્મી છે. સબંધી સ્થળો પણ રજૂઆત કરવામાં આવ્યા છતાં કોઇ જ પરિણામ આવ્યું નથી. કોંગ્રેસના નગરસેવકો અને આગેવાનો અમૃતાદાસ ગુપ્તા દ્વારા અગાઉ 3/એ, 3/એ,બી,૫/એ-બી સહિતના વિસ્તારોમાં પાણી ન મળતું હોવાને લઈને ફરિયાદ કરવામાં આવી હતી. આવેદનપત્ર આપવામાં આવ્યા પછી પણ પરિસ્થિતિમાં કોઇ સુધારો થયો નથી. વોર્ડ નંબર 10 માં કેટલાય વિસ્તારોમાં પાણી ન હોવાની ફરિયાદ વ્યાપક પણે ઉઠી રહી છે.

ખુદ નગરપાલિકાના પ્રમુખ ઇશિતા ટીલવાણી અને ઉપપ્રમુખ બળવંત ઠક્કરના વોર્ડ ગણાય તે વિસ્તારમાં લીલાશા, અપનાનગર, શક્તિનગર વિસ્તારમાં અનિયમિત પાણી મળતા લોકો ત્રાહિમામ પોકારી ગયા હતા. ચાર દિવસ પછી આજે પાણીનો સપ્લાય થતાં લોકોએ રાહતનો દમ લીધો હતો. જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ રામબાગ પાણીના ટાંકા પાસે કોઈ લીકેજને મરંમતની કામગીરી સમયે આ સ્થિતિ ઊભી થઈ હતી.

વોર્ડ નંબર 2 માં બીજી વખત ચૂંટાયેલા ભાજપની નગરસેવિકા ઉષાબેન મીઠવાણીના નિવાસ્થાને આજે રહીશોએ મોરચો માંડયો હતો. પાણી ન મળતા નગરસેવિકાને ઘેરાવ પણ કરવામાં આવ્યો હોવાના સંકેત મળ્યા છે. આ વોર્ડમાં સત્તા પક્ષના નેતા વિજયસિંહ જાડેજા પણ નેતૃત્વ કરી રહ્યા છે.

દરમિયાન પાણીની સ્થિતિ સુધરે તે માટે અને કાર્યવાહી કરવા માટે પાલિકાની કારોબારીના ચેરમેન પુનિત દુધરેજિયા રામબાગ પાણીના ટાંકા પર ડેરો જમાવ્યો હતો. પાણી સમિતિના ચેરમેન સંજય ગર્ગ,મનોજ મુલચંદચંદાણી ,કમલેશ પરીયાણી , તેજસ શેઠ, ભરત મીરાણી, કિશોરભાઇ દાફડા, જીતુ નાથાણી વગેરે જોડાયા હતા.

ભાજપની ખટપટ જવાબદાર નથીને?
પાણી વિતરણ વ્યવસ્થામાં થયેલી ગરબડ ને કહે લોકોને તો હેરાનગતિ થયેલી છે પરંતુ ભાજપ સામે લોકોમાં રોષ પણ વધી રહ્યો છે જેને લઈને એવી પણ આશંકા સેવાઈ રહી છે કે ભાજપમાં હાલ ચાલતી ખટપટ માં લોકોને હેરાન થાય તે માટે પરિસ્થિતિ ઊભી કરવા માટે કોઈ પ્રયત્નો તો આવતા નથી ને ? અન્ય જૂથને લોકોની નજરમાં નીચા પડે તે માટે પ્રયત્ન કરાય રહ્યા હોય તેવી શક્યતા પણ હાલના સંજોગો જોતાં નકારી શકાય તેમ નથી.

અન્ય સમાચારો પણ છે...