આપઘાત:ચિત્રોડમાં પત્ની સાથે બોલાચાલી બાદ પતિઅે કૂવામાં ઝંપલાવ્યું

ગાંધીધામ-અંજાર8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પૂર્વ કચ્છમાં અપમૃત્યુમાં ત્રણ જીવ હોમાયા
  • ટીંડલવામાં ઝેરી દવા પી જનાર યુવાનનું, તો અંજારમાં દાઝી ગયેલા અાધેડનું સારવાર દરમિયાન મોત

પૂર્વ કચ્છમાં ચિત્રોડમાં પત્ની સાથે બોલાચાલી બાદ પતિઅે કૂવામાં ઝંપલાવી દીધું હોવાની, તો રાપરના ટિંડલવામાં ઝેરી દવા પી જનાર યુવાન અને અંજારમાં દાઝી ગયેલા અાધેડનું મોત નિપજ્યું હોવાની ત્રણ અપમૃત્યુની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

અાડેસર પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ, ચિત્રોડમાં રહેતા 30 વર્ષીય હરેશભાઇ અમરાભાઇ સોલંકી અને તેમના પત્ની વચ્ચે તા.25-5 ના રોજ કામકાજ બાબતે થયેલી બોલાચાલી બાદ તેમને લાગી અાવતાં તેઅો ઘરેથી નીકળી ગયા હતા. પરિવાર તેમની શોધખોળ કરી રહ્યો હતો તેવામાં ચિત્રોડના ઇન્દીરા અાવાસનીચે અાવેલા સલવાળા કૂવામાંથી તેમનો મૃતદેહ મળ્યો હતો. તેમનો મૃતદેહ પલાંસવા સીઅેચસી લઇ જવાયો હતો. જયેશ દુદાભાઇ સોલંકીઅે અા તમામ હકિકત ફરજ પરના તબીબને જણાવતાં અા બાબતે અાડેસર પોલીસને જાણ કરવામાં અાવી હતી. પીઅેસઅાઇ વાય.કે.ગોહિલે વધુ તપાસ હાથ ધરી છે.

તો રાપર તાલુકાના ટીંડલવાની સીમમાં અાવેલી વાડીમાં તા.18-5 ના રોજ ઝેરી દવા પી જનાર મોટા ટીંડલવાના 40 વર્ષાીય પરબતભાઇ ખેંગારભાઇ કોલીઅે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. રાપરના પીઅેસઅાઇ જી.જી.જાડેજા વધુ તપાસ ચલાવી રહ્યા છે. તો અંજારના મેઘપર બોરીચીના જોગણીનગરમાં રહેતા 50 વર્ષીય સંજય મફતલાલ પટેલ તા.22-5 ના રોજ પોતાના ઘરે દાઝી ગયા બાદ સારવાર માટે અમદાવાદ લઇ જવામાં અાવ્યા હતા જેમણે સારવાર દરમિયાન દમ તોડતાં અા બાબતે અંજાર પોલીસને જાણ કરાઇ હતી. પીઅેસઅાઇ વી.જી.લાંબરીયા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...