તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
સુરતની આફ્રિન મુરાદ અને અમદાવાદના ચિત્રાક્ષ ભટ્ટે ગાંધીધામ ખાતે યોજાયેલી સ્તીગા કોસ્કો ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં અનુક્રમે ગર્લ્સ અને બોયઝ ટાઇટલ જીતી લીધા હતા. આફ્રિને ભાવનગરની નામના જયસ્વાલને તથા ચિત્રાક્ષે ફાઇનલમાં શ્લોક બજાજને હરાવ્યો હતો. કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશનના સહકારથી ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશને સ્ટેટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2020નું આયોજન કર્યું હતું.
જુનિયર ગર્લ્સની ફાઇનલમાં ભારે રોમાંચ રહ્યો હતો અને મેચ સાત ગેમ સુધી ચાલી હતી. નામનાએ કેટલાક શાનદાર બેકહેન્ડ રિટર્ન્સ દ્વારા તેની સ્કીલ દાખવી હતી તો મુરાદે આક્રમક ફોરહેન્ડનો ઉપયોગ કર્યો હતો. આફ્રિન મુરાદ થોડી હળવી બની ગઈ હતી તેમ તેણે અંતે કબૂલ્યું હતું. નામનાએ આ બાબતનો લાભ લીધો હતો અને પાંચમી તથા છઠ્ઠી ગેમ જીતી લીધી હતી. “એ સમય હતો જ્યારે હું થોડી નર્વસ હતી. જોકે મેં મારી જાતને વિચલીત થવા દીધી ન હતી. નિર્ણાયક ગેમમાં મેં ફરીથી મારી નૈસર્ગિક રમત દાખવી હતી. “ તેમ આફ્રિને જણાવ્યું હતું. તેણે ત્રણ વર્ષના ગાળા બાદ જુનિયર ગર્લ્સની ફાઇનલ જીતી હતી.
સેમિફાઈનલમાં આફ્રિને તેના જ શહેરની મિલી તન્નાને હરાવી હતી તો નામનાને અમદાવાદની કૌશા ભૈરપૂરે સામે વિજય હાંસલ કરતાં અગાઉ સંઘર્ષ કરવો પડ્યો હતો. અગાઉ કવાર્ટર ફાઇનલ મેચ લાગણીશીલ બની ગઈ હતી કેમ કે નામના જયસ્વાલે તેની નાની બહેન રિયાને હરાવી હતી. દરમિયાન બોયઝ ફાઇનલ બિલકુલ અલગ જ હતી. ચિત્રાક્ષે સુરતના શ્લોક બજાજને હરાવવા માટે માત્ર એક જ ગેમ ગુમાવી હતી અને અંતે ફાઇનલ જીતી લીધી હતી. અગાઉ શ્લોક બજાજે અમદાવાદના અભિલાષ રાવલને હરાવીને આશ્ચર્ય સર્જ્યું હતું. બીજી તરફ ચિત્રાક્ષે સુરતના બુરહાનુદ્દીન માલુભાઈને આસાનીથી હરાવ્યો હતો. યૂથ કેટેગરીની મેચો રવિવારે રમાઈ હતી. જેમાં રિયા જયસ્વાલ અને શ્લોક બજાજે અપસેટ સર્જવાનું જારી રાખ્યું હતું.
યૂથ ગર્લ્સ વિભાગના પ્રથમ રાઉન્ડમાં ભાવનગરની રિયા જયસ્વાલે અનુભવી અને ભૂતપૂર્વ જુનિયર ચેમ્પિયન પ્રાર્થના પરમારને હરાવી હતી. સુરતના શ્લોક બજાજે રિયાન દત્તા સામે આસાન વિજય હાંસલ કર્યો હતો. ક્વોલિફાઈંગ રાઉન્ડમાં શ્લોકે રિયાન સામે વિજય હાંસલ કરીને ગ્રૂપમાં મોખરાનું સ્થાન હાંસલ કર્યું હતું.
પોઝિટિવઃ- આજે ગ્રહ ગોચર તથા પરિસ્થિતિઓ તમારા લાભનો માર્ગ રમી રહી છે. માત્ર વધારે મહેનત અને એકાગ્રતાની જરૂરિયાત છે. તમે તમારી યોગ્યતા અને આવડતના બળે ઘર તથા સમાજમાં યોગ્ય સ્થાન પ્રાપ્ત કરી શકશો. નેગે...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.