તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો
Install AppAdsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ
ગાંધીધામ બસ સ્ટેશન પાસે આવેલી નૂરી મસ્જિદના સર્વિર રોડ પર પગપાળા જતા કિશોરોને અજાણ્યા વાહન ચાલકે અડફેટે લીધા હતા જેમાંથી એકનું મોત નિપજ્યું હતું, તો પડાણા પાસે અલ્ટો કાર પલટી મારી જતાં સર્જાયલા અકસ્માતમાં સદ્દભાગ્યે મોટી દૂર્ઘટના ટળી હતી. ગાંધીધામ બી ડિવિઝન પોલીસ મથકેથી પ્રાપ્ત વિગતો મુજબ ગત મોડી રાત્રે ગાંધીધામ બસ સ્ટેશનથી ભચાઉ તરફ જતા માર્ગ પર નૂરી મસ્જિદ નજીકના સર્વિસ રોડ ઉપર કોઈ અજાણ્યા વાહને પગપાળા જતા બે કિશોરોને હડફેટમાં લીધા હતા.
જેમાં રેલ્વે સ્ટેશનની સામે, પુલિયા નીચે રહેતા 15 વર્ષીય વીરૂ સુરેશભાઈ પટ્ટણી (દેવીપૂજક) ને ગંભીર ઈજાઓ પહોંચતા 108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ મારફત સારવાર માટે ભુજ ખસેડાયો હતો પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં મોત નિપજયું હતું. બનાવને પગલે ગાંધીધામ બી ડિવિજન પોલીસે અકસ્માત સર્જી નાસી ગયેલા અજાણ્યા વાહન ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
તો પડાણા પાસે ચાલકે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં એક અલ્ટો કાર પલટી મારી ગઇ હતી જેમાં સવાર ત્રણ યુવકોને નાની મોટી ઇજાઓ પહોંચી હતી પરંતુ આ ઘટના પોલીસ ચોપડે ચડી ન હતી. જાણવા મળેલી માહિતી મુજબ આ યુવકો ચોટિલા દર્શન કરી ગાંધીધામ તરફ આવી રહ્યા હતા ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.
પોઝિટિવઃ- આજે આર્થિક યોજનાઓને ફળીભૂત કરવાનો યોગ્ય સમય છે. સંપૂર્ણ આત્મવિશ્વાસ સાથે તમારી ક્ષમતા પ્રમાણે કામ કરો. જમીનને લગતી ખરીદદારી કે વેચાણનું કામ પૂર્ણ થઇ શકે છે. વિદ્યાર્થીઓને કરિયરને લગતી કોઇ સમ...
Copyright © 2020-21 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.