તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કરૂણાંતિકા:આદિપુરના યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું, દુકાનમાં પડી જતાં પ્રૌઢે જીવ ગુમાવ્યો

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ખોખરામાં યુવાને લોખંડની સીડીમાં ફાંસો ખાઇ લીધો

પૂર્વ કચ્છના આદિપુર અને અંજારમાં બે યુવાને ગળે ફાંસો ખાઇ આયખું ટુંકાવ્યું હોવાની તેમજ ગાંધીધામમાં દુકાનમાં પડી ગયા બાદ પ્રૌઢે જીવ ગુમાવ્યો હોવાની ઘટનાઓ પોલીસ ચોપડે નોંધાઇ છે. આદિપુરની ત્રણ વાળીમાં સેવા કૂંજ ઝૂંપડા ખાતે રહેતા 25 વર્ષીય દિપુ દયાલભાઇ બાજીગરે ગત સાંજે સાત વાગ્યા પહેલાં કોઇ પણ સમયે પોતાના ઘરે ગળે ફાંસો ખાઇ લઇ અંતિમ પગલું ભરી લીધા બાદ તેનો મૃતદેહ રામબાગ હોસ્પિટલ પીએમ માટે લઇ જવાયો હતો. ફરજ પરના તબીબે મૃત જાહેર કરી આ બાબતે પોલીસને જાણ કરતાં પીએસઆઇ એન.કે.ચૌધરીએ કારણ જાણવા તપાસ આદરી છે.

અંજારના ખોખરા ગામે ચંદ્રનગરમાં રહેતા 42 વર્ષીય વાલજીભાઈ જુમાભાઈ કોલીએ તા. 2/12ના સાંજે 6-30 વાગ્યાના અરસામાં પોતાના ઘર બહાર આવેલ લોખંડની સીડીમાં દોરી બાંધી કોઈ અગમ્ય કારણોસર ગળે ટૂંપો ખાઈ આપઘાત કરી લીધો હતો. જે બનાવ અંતર્ગત પોલીસને જાણ કરાતા અકસ્માત મોતનો ગુન્હો નોંધી પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

તો, ગાંધીધામના કસ્ટમ કોલોનીમાં રહેતા 55 વર્ષીય દિલાવરસિંહ રણુભા પરમાર ગત સવારે સેક્ટર-1 માં આવેલી અંબિકા ઓટો મોબાઇલ્સ દુકાનમાં પડી ગયા હતા જેમને સારવાર માટે સ્ટર્લિંગ હોસ્પિટલ લઇ જવાયા હતા પરંતુ સારવાર કારગત નિવડે તે પહેલાં તેમણે દમ તોડ્યો હતો. તેમના પુત્ર યશપાલસિંહ પરમાર પીએમ માટે મૃતદેહ રામબાગ હોસ્પિટલ લઇ ગયા હતા જ્યાં ફરજ પરના તબીબે પોલીસને જાણ કરતાં એ-ડિવિઝન પોલીસે અકસ્માત મોત નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

આત્મહત્યાના વધતા બનાવો ચિંતાજનક
આત્મહત્યાના બનાવો ઘટે તે માટે અનેક સંસ્થાઓ સતત પ્રયત્ન કરી રહી છે. તેમ છતાં આ બનાવોની વધી રહેલી સંખ્યા ચિંતાજનક બાબત છે. આબનાવો અટકે તે માટે ભુજના ડો.દેવજ્યોતિ શર્મા સમયાંતરે કાઉન્સેલિંગ કરે છે. આવા વિચારો સમયે તાત્કાલિક ધ્યાન કરવું, મનોચિકિત્સકની મદદ લેવી જેવા અનેક ઉપાયો છે ત્યારે નાસીપાસ થવાને બદલે નિરાકરણ કરી મહામૂલી જીંદગી બચાવવી જોઇએ તેમ તેઓએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આ સમયે રોકાણ જેવા કોઇ આર્થિક ગતિવિધિમાં વ્યસ્તતા રહેશે. લાંબા સમયથી ચાલી રહેલી કોઇ ચિંતાથી પણ રાહત મળશે. ઘરના વડીલોનું માર્ગદર્શન તમારા માટે ખૂબ જ ફાયદાકારક તથા સુકૂન આપનાર રહેશે. નેગેટિવ...

  વધુ વાંચો