તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

સમસ્યા:આદિપુર, મેઘપર કુંભારડીના વિસ્તારોમાં 3 મહિનાથી પાણી ઠપ્પ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ટેન્કર રાજ ની વાપસી, ખારા પાણીના ~ 250 તો મધ્યમના 350

આદિપુર અને તેને જોડાયેલા પરંતુ અંજાર વિસ્તારમાં આવતા મેઘપર કુંભારડી વિસ્તારમાં લોકડાઉન ચાલું થયા બાદથી પાણીનો સપ્લાય જાણે ઠપ્પજ કરી દેવાયો હોય તેવો માહોલ સર્જાયો છે. સ્થાનિકોનું કહેવું છે કે પહેલા થોડા દિવસ બાદ આવતું પાણી હવે મહિનાઓથી બંધ છે. લોકો પોતાની રીતે વ્યવસ્થા કરવા માટે મજબુર બન્યા છે.

પાણીએ મનુષ્યની પ્રાથમિક જરુરીયાત સમાન છે, જેનો પુરતો પુરવઠો ન મળતા લોકો પોતાની રીતે વ્યવસ્થા કરવા પર મજબુર બન્યા છે. કેટલાક લોકોએ પોતે બોર ખોદાવી લીધી છે, તો મોટી જનતા ટેંકર પર નિર્ભર છે. ખારા જેવા પાણીના ટેંકરના અઢીસો તો મધ્યમ મીઠા પાણીના ટેંકરના 350 જેટલા રુપીયા લેવામાં આવી રહ્યા છે. જે પોતાની આવશ્યકતા મુજબ સ્થાનિકો મંગાવવા મજબુર છે.  મેઘપર કુંભારડીના ગોલ્ડન સીટીમાં રહેતા પ્રકાશભાઈ મીરાણીએ જણાવ્યું હતું કે લોકડાઉન ચાલુ થયા બાદથી પાણીનો સપ્લાય ઠપ્પ છે. જેથી લોકોને રોજીંદા જીવનમાં પારાવાર સમસ્યાનો સામનો કરવો પડી રહ્યો છે.

0

આજનું રાશિફળ

મેષ
Rashi - મેષ|Aries - Divya Bhaskar
મેષ|Aries

પોઝિટિવઃ- આજે ઉન્નતિને લગતાં શુભ સમાચારની પ્રાપ્તિ થશે. ધાર્મિક અને આધ્યાત્મિક કાર્યોમાં પણ થોડો સમય પસાર થશે. કોઇ વિશેષ સમાજ સુધારકનું સાનિધ્ય તમારી અંદર પોઝિટિવ ઊર્જા ઉત્પન્ન કરશે. નેગેટિવઃ- ઘરના...

વધુ વાંચો