તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:રોઝુના રણમાં સાંતલપુરના યુવાનની હત્યા કરી આડેસરવાસી હાજર થયો

ગાંધીધામ/સાંતલપુર3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • પ્રેમ પ્રકરણમાં યુવાનના અપહરણ અને હત્યા કરી લાશ ફેંકી દીધી
  • આડેસર પોલીસે સહ આરોપીને દબોચી બન્નેને સાંતલપુર સોંપ્યા

સાંતલપુર ખાતે રહેતા ઠાકોર કોળી કમલેશભાઈ ધરમશીભાઈ (ઉ.વ. 25) ગત 25 જૂને સાંજે 6 વાગ્યે તેના ઘરે હતો ત્યારે તેના ઉપર ફોન આવતા તે ઘરેથી નીકળી બહાર ગયો હતો. રાત્રે ઘરે પરત ન ફરતાં પરિવાર દ્વારા શોધખોળ હાથ ધરાતાં ભાળ ન મળતાં બીજા દિવસે તેના ભાઈ લક્ષ્મણભાઈ દ્વારા સાંતલપુર પોલીસ મથકે ગુમ થવા બાબતે જાણવાજોગ નોંધ કરવામાં આવી હતી. જ્યાં યુવકનું અપહરણ કરનાર રાપર તાલુકાના આડેસરના લતીફઆમદ રાઉમા અને ઇબ્રાહીમ અબ્દુલ હિંગોરજા દ્વારા અપહરણ કરી હત્યા બાદ લાશને રોજુ પાસે અવાવરુ જગ્યાએ ફેંકી દેવામાં આવી હતી.

આ હત્યાને અંજામ આપનાર આડેસરના રાઉમા વાસમાં રહેતો લતીફ આમદ રાઉમા આડેસર પોલીસ સમક્ષ રજૂ થયો હતો. અને સાંતલપુરના કમલેશ ધર્મેન્દ્ર ઠાકોરની અંગત અદાવતમાં ગત 25-6ના રોજ સાંજે રોઝુના રણમાં બાવળની ઝાડીમાં આડેસરના જ ઇબ્રાહીમ અબ્દુલ હિંગોરજા સાથે મળી હત્યા કરી હોવાની કબૂલાત આપી હતી.

સામેથી હાજર થયેલા હત્યાના આરોપીની કેફિયત બાદ આડેસર પીએસઆઇ વાય.કે. ગોહિલે તાત્કાલિક સહ આરોપી ઇબ્રાહીમ અબ્દુલ હિંગોરજાને પકડી લઇ બન્નેને સાંતલપુર પોલીસને સોંપવાની તજવીજ હાથ ધરી હતી. પ્રાથમિક તબક્કે મળેલી માહિતી મુજબ પ્રેમ પ્રકરણમાં આ હત્યાને અંજામ અપાયો હોવાનું બહાર આવી રહ્યું છે.

અન્ય સમાચારો પણ છે...