નિર્ણય:કાસેઝનો અતિરીક્ત ચાર્જ DGFTના એડિ. ડાયરેક્ટર જનરલને સોંપાયો

ગાંધીધામ8 મહિનો પહેલા
  • કૉપી લિંક
આકાશ તનેજા,ડૉ. અમિયા ચંદ્રા - Divya Bhaskar
આકાશ તનેજા,ડૉ. અમિયા ચંદ્રા
  • ડો. અમીયા ચંદ્રા પાસે એપસેઝનો કાયમી ચાર્જ યથાવત રહેશે

મીનીસ્ટ્રી ઓફ કોમર્સ અને ઈન્ડસ્ટ્રીઝ દ્વારા જાહેર કરાયેલા નોટીફિકેશન અનુસાર કંડલા સ્પેશ્યલ ઈકોનોમીક ઝોન (કાસેઝ) ની જોઇન્ટ સેક્રેટરી સ્તરની ડેવલોપમેન્ટ કમિશનરની પોસ્ટનો એડિશનલ ચાર્જ હાલમાં નવી દિલ્હી ખાતે ડાયરેક્ટર જનરલ ઓફ ફોરેન ટ્રેડના એડિશનલ ડાયરેક્ટર જનરલ તરીકે ફરજ બજાવતા 1990ની બેચના આઈટીએસ આકાશ તનેજાને સોંપવામાં આવ્યો હતો.

હાલમાં અઢી વર્ષેથી આ એડિશનલ ચાર્જ પર રહેલા અને મુંદ્રાના એપસેઝના ડેવલોપમેન્ટના કાયમી ચાર્જ રહેલા આઈટીએસ ડો. અમીયા ચંદ્રા પાસે મુંદ્રાનો ચાર્જ યથાવત રહેશે. તેમના કાર્યકાળ દરમ્યાન કાસેઝમાં પ્રથમ વાર સમયસીમા સાથેના કામોના લક્ષ્યાંક નક્કી કરાયા હતા. આર્ટીફિકેશ્યલ ઈન્ટેલીજન્સથી લઈને કાસેઝની સુરક્ષાને વધારવાની દિશામાં અનેકવીધ પગલા ભરાયા હતા તો તસ્કરો પર અંકુશ લાવવામાં તેમને સફળતા મળી હતી, ગત વર્ષે રાજકીય ગતીરોધનો પણ તેમણે સફળતા પુર્વક સામનો કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...