તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

અકસ્માત:ટ્રેકટરની ટક્કરે એક્ટિવા સવાર શિક્ષિકા ઘાયલ, માર્ગ અકસ્માતની ઘટના રોજિંદી બની

ગાંધીધામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર. - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર.

ગાંધીધામમાં માર્ગ અકસ્માતોની ઘટના રોજિંદી બની ગઈ છે જેમાં ઝંડા ચોક પાસે ટ્રેક્ટરની ટક્કર લાગતાં એક્ટિવા ચાલક શિક્ષિકાને ઇજા પહોંચી હતી. ટીસીએક્સ નોર્થમાં રહેતા અને સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ આદિપુર ખાતે શિક્ષિકા તરીકે ફરજ બજાવતા 54 વર્ષીય હેમલતાબેન દિલીપભાઈ તેવાણી ગત સવારે પોતાનું એક્ટિવા લઇ સ્કૂલ જવા ઘરેથી નીકળ્યા હતા. તેઓ ઝંડા ચોકમાંથી પસાર થઇ રહ્યા હતા તે સમયે રોંગ સાઈડમાં પુરપાટ આવેલા ટ્રેક્ટર ચાલકે તેમની એક્ટિવાને ટક્કર મારતાં તેઓ પડી ગયા હતા જેમાં તેમને નાકના ભાગે ફ્રેક્ચર તેમજ માથામાં અને પગમાં નાની મોટી ઈજાઓ પહોંચી હતી.

અકસ્માત થાતાં લોકો એકઠા થયા હતા અને છકડામાં સુવાડયા હતા. તેમના ફોનમાંથી પતિ દિલીપભાઈ ને ફોન કરી જાણ કરતાં તેઓ પહોંચી આવ્યા હતા ત્યારબાદ હોસ્પિટલ લઇ જવાયા હતા. અકસ્માત સર્જનાર ટ્રેક્ટર ચાલક પણ હોસ્પિટલ આવી તેમને ઇજા થઇ હોવાનું જોઈ ચાલ્યો ગયો હતો. એ - ડિવિઝન પોલીસે ટ્રેક્ટર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ગઈ કાલે જ એક જીવલેણ સહિત બે અકસ્માતની ઘટના સર્જાઈ હતી ત્યારે વધતા વાહનવ્યવહાર સાથે રોજિંદી બનેલી અકસ્માતની ઘટનાઓ ચિંતાજનક બાબત છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો