અકસ્માત:અજાણ્યા વાહન અડફેટે એક્ટીવા ચાલકનું મૃત્યુ

ગાંધીધામ4 દિવસ પહેલા
  • કૉપી લિંક

ગાંધીધામ થી મોડરવદર વચ્ચેના ઓવરબ્રીજને ઉતરતા સમયે એક્ટીવાને અજાણ્યા વાહને ટક્કર મારતા ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું, તો પાછળ બેઠેલા કિશોરને ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી.

ગાંધીધામના બી ડિવિઝન પોલીસ મથકે જીગરભાઈ પંડ્યાએ અજાણ્યા વાહન ચાલક સામે ગુનો નોંધાવતા જણાવ્યું કે તા.23/11ના બપોરે તેના ઘરની બાજુમાં રહેતા મામાના છોકરા નરેંદ્ર સાથે તેવો હાઈવે પર ગયા હતા ત્યારે અજાણ્યા વાહને સામેથી ટક્કર મારતા ફરિયાદી બેભાન થઈ ગયા હતા અને બન્ને પગમાં ફ્રેક્ચર સહિતની ઈજા પહોંચી હતી, તો ચાલક નરેંદ્રને માથાના ભાગે ઈજા થતા મોત નિપજ્યું હતું. પોલીસે ગુનો નોંધીને તપાસ હાથ ધરી હતી.

અકસ્માતની ઘટનામાં વધારો
ગાંધીધામ- આદિપુર વિસ્તારમાં છેલ્લા કેટલાય સમયથી જોવામાં આવે તો અકસ્માતની ઘટનામાં ચિંતાજનક રીતે વધારો થઇ રહ્યો છે. એક્સિડેન્ટમાં વાહન ચાલક કે અન્યની ગફલતનેકારણે સર્જાતી કરૂણાંતિકામાં કેટલીક વખત અકસ્માત જીવલેણ પણ બન્યા છે.

અન્ય સમાચારો પણ છે...