ચુકાદો:લોનના ઈ- ફંડ ટ્રાન્સફર રિટર્ન કેસમાં આરોપીને 18 માસની સજા, 6.75 લાખની બાકી વાહન લોનની રકમ બે માસમાં ભરવા પણ હુકમ

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • પેમેન્ટ-સેટલમેન્ટ સિસ્ટમ તળે ગાંધીધામમાં પ્રથમ ચુકાદો

એચડીએફસી બેંકની વાહન લોનના ઈલેકટ્રોનીક ફંડ ટ્રાન્સફર રીટર્નનાં કેસમાં આરોપીને 18 માસની સજા તથા ફંડ ટ્રાન્સફરની રકમ બે મહિનામાં પરત ચુકવવા ગાંધીધામ કોર્ટે ચુકાદો આપ્યો હતો. વાહન લોનના ઈલેકટ્રોનીક કલીયરીંગ સીસ્ટમ ફંડ ટ્રાન્સફર રીટર્નનાં કેસમાં ભચાઉ તાલુકાનાં આમરડી ગામનાં તારમામદ તુર્કને કેસ ચાલી ગયા બાદ ગાંધીધામનાં ત્રીજા અધિક ચીફ જયુડી. મેજીસ્ટ્રેટની કોર્ટ દ્વારા તકસીરવાન ઠરાવી સજા કરવાનો હુકમ કર્યો હતો. આરોપી તારમામદએ ફરીયાદીની બૅન્કમાંથી વાહન લોન પર લીધુ હતુ, રીપેમેન્ટ પેટે ઈલેક્ટ્રોનીક ફંડ ટ્રાન્સફર માટેનું મેન્ડેટ અપાયું હતું.

ફરીયાદી બેંકે સદર ઓનલાઈન ફંડ ટ્રાન્સફર કલીયરીંગ માટે રજૂ કર્યુ પણ ખાતામાં ફંડ ન હોવાથી તે શેરા સાથે પરત ફર્યું હતું. ત્યારબાદ કાયદેસરની નોટીસ આરોપીને મોકલાવ્યા છતા નિયત સમય મર્યાદામાં રકમ ચુકતે ન થતા પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ એકટની કલમ 25 હેઠળ આ ફરીયાદ દાખલ કરાઈ હતી.

આ કેસની સુનાવણીમાં ગાંધીધામમાં પ્રથમ વાર પેમેન્ટ એન્ડ સેટલમેન્ટ સીસ્ટમ એકટ તળે ફરીયાદપક્ષની દલીલો માન્ય રાખી નામ અદાલતે આરોપીને તકસીરવાન ઠરાવી આરોપી તારમામદ એસ. તુર્કને 18 માસની કેદની સજા તથા ફંડ ટ્રાન્સફરનાં રૂા. 6,75,522ની ૨કમ બે માસમાં પરત ન કરે તો છ માસની વધારાની સાદી કેદની સજા કરવાનો હુકમ કર્યો હતો. આ કેસમાં ફરીયાદી બેંક તરફથી એડવોકેટ રોહિત કે. રૂપારેલે હાજર રહી દલીલો કરી હતી, તેમની સાથે એડવોકેટ જયોત્સનાબા પી. જાડેજા પણ હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...