ક્રાઇમ:જંગીમાં યુવાનને છરીના 3 ઘા મારનાર આરોપી દબોચાયો

ગાંધીધામ11 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાની ઘટનામાં ઇજાગ્રસ્ત યુવાન મોરબી સારવાર હેઠળ

ભચાઉ તાલુકાના જંગી ગામ ખાતે સોમવારે યુવાનને મારી નાખવાના ઇરાદે છરીના ત્રણ ઘા મારી ફરાર થઇ જનાર આરોપીને સામખિયાળી પોલીસે રાઉન્ડઅપ કરી લીધો હતો. આ બાબતે પીએસઆઇ એ.વી.પટેલે વીગતો આપતાં જણાવ્યું હતું કે જંગી ગામે રહેતા 24 વર્ષીય રામજી જીવાભાઈ આહીર સાથે દસેક દિવસ પહેલાં ગામના જ વિપુલ પ્રેમજી બારોટ સાથે બોલાચાલી થયા બાદ સોમવારે મોડી સાંજે વિપુલે બોલાચાલીનું મનદુ:ખ રાખી પીઠ અને કોણીના ભાગે છરીના ત્રણ ઘા ઝીંકી દીધા હતા.

ઇજાગ્રસ્ત રામજીભાઇને સારવાર માટે મોરબી ખસેડાયા હતા. આરોપી વિપુલ ફરાર થઇ ગયો હતો. રામજીભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે હત્યાના પ્રયાસ સહીતનો ગુનો દાખલ કરી પોલીસે આરોપીને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા તે દરમિયાન બાતમીના આધારે વિપુલ પ્રેમજી બારોટને ગણતરીના કલાકોમાં પકડી લીધો હતો. આ ઘટના બાદ પોલીસે ચૂસ્ત બંદોબસ્ત ગામમાં ગોઠવી દીધો હતો.

અન્ય સમાચારો પણ છે...