ક્રાઇમ:નંદાસરના ખેતરમાંથી બે બંદૂક અને છરા મળ્યા આરોપી છૂ

ગાંધીધામ19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ચોક્કસ બાતમી છતાં આરોપી દરોડા સમયે હાજર ન મળ્યો

રાપર તાલુકાના નંદાસર સીમમાં આવેલા એક ખેતરમાં છૂપાવેલી બે દેશી બંદૂક, છરા અને 20 ગ્રામ દારૂગોળો બાતમીના આધારે ગયેલી સ્થાનિક પોલીસને મળી ગયા પરંતુ આરોપી દરોડા સમયે છૂમંતર રહ્યો હતો. રાપર પોલીસ મથકની ટીમ પેટ્રોલિંગ કરી રહી હતી ત્યારે ચોક્કસ બાતમી મળી હતી કે, નંદાસર રહેતા મેરૂ લખાજી સમાએ લોલકા સીમમાં તેના ગેડાસર નામના ખેતરમાં કેયડાના ઝાડ નીચે ઝાંખરામાં પરવાના વગરની બંદૂક રાખેલી છે. આ બાતમી મળતાં પીએસઆઇ જી.જી.જાડેજાએ ટીમ સાથે તેના ખેતરમાં દરોડો પાડી તલાશી લેતાં ઝાંખરામાં છૂપાવેલી સિંગલનાળ વાળી બે દેશી બંદૂકો, દેશી બંદૂકના તથા 20 ગ્રામ દારૂગોળો મળી આવ્યો હતો.

જો કે ચોક્કસ બાતમીના આધારે પોલીસે પાડેલા આ દરોડા દરમિયાન આરોપી મેરૂ લખાજી સમા હાજર મળ્યો ન હતો. પોલીસે તેના વિરૂધ્ધ ગુનો નોંધી તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા હતા. તપાસ પીઆઇ પી.એન.ઝીંઝુવાડીયા ચલાવી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વાગડમાં હથિયારો વ્યાપક પ્રમાણમાં હોવાનું ભૂતકાળમાં મળેલી હથિયારની ફેક્ટરી તેમજ ગેરકાયદેસર હથિયારો સાથે અનેક ઇસમો ઝડપાયા છે.

અન્ય સમાચારો પણ છે...