તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તપાસ:જ્યુડિશિલ કસ્ટડીમાં રહેલો આરોપી અંજાર કોર્ટમાંથી નાઠો

ગાંધીધામ25 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કોર્ટના રજિસ્ટ્રારે આ બાબતે સ્થાનિક પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો

અંજાર કોર્ટનો જ્યુડિશિલ કસ્ટડીમાં હાજર રહેવાનો હુકમ છતાં કોર્ટના કેદીઓના બાંકડે બેસાડેલો આરોપી કોર્ટના હુકમને પડકારી ત્યાંથી નાશી ગયો હતો. આરોપીના વકીલને આ બાબતે હાજર રહેવાની સૂચના આપ્યા બાદ બીજા દિવસે પણ ન મળતાં આ બાબતે કોર્ટના રજિસ્ટ્રારે સ્થાનિક પોલીસ મથકે આરોપી વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો હતો.

અંજારની પ્રિન્સીપાલ સિનિયર સિવિલ કોર્ટમાં નાઝીર તરીકે તેમજ રજિસ્ટ્રાર તરીકેનો વિશેષ ચાજ સંભાળતા જીતેન્દ્રકુમાર જેઠાલાલ પરમારે નોંધાવેલી ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, મોરગરના આરોપી ભરતગર ચેનગર ગુંસાઇને પકડી વોરંટ તથા જામીનદારને રિકવરી વોરંટ ચાલુ હોતાં આરોપીના જામીનદાર બી.એમ.જાડેજા આરોપી સાથે તા.24/8 ના રોજ હાજર થયા હતા. આરોપીની કસ્ટડી આરોપીના વકીલના જુનિયર એચ.એન.આહિર અને આસિસ્ટન્ટ અબરાર મલિક મારફત કોર્ટને સુપરત કર્યો હતો. જેથી જામીનદારને જામીનગીરીમાંથી છુટા કરવામાં આવ્યા હતા.

આરોપી ભરતગરને ન્યાયખંડના ખુણામાં આવેલા કેદીઓ માટેના બાંકડા ઉપર બેસી જવા સૂચના અપાઇ હતી. તે દરમિયાન કોર્ટમાં રાબેતા મુજબની જુબાનીઓ લેવાની કામગીરી ચાલુ હતી અને આરોપીનું જેલ વોરંટ ભરવા માટે તેની હાજરીની જરૂર જણાતાં આરોપીને બોલાવાયો હતો પણ ભરતગર જે જગ્યાએ બેસવાની સૂચના અપાઇ હતી ત્યાં ન મળતાં શોધખોળ કર્યા બાદ આરોપીના વકીલ એમ.એ.દેદા હાજર ન હોઇ તેમના જુનિયર તરીકે હાજર વકીલ એચ.એન.આહિર અને આસિસ્ટન્ટ અબરાર મલીકને આરોપી બાબતે પુછતાં થોડી વાર પહેલાં અહીં જ હાજર જતા રહ્યા તે ખ્યાલ નથી. સાંજ સુધી શોધખોળ કરી પણ આરોપીનો પત્તો મળ્યો ન હતો. આજે પણ આરોપી ભરતગરને શોધવાના પ્રયત્ન કરાયા પરંતુ ન મળતાં તેના વિરુધ્ધ કોર્ટના રજિસ્ટ્રારે અંજાર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો હતો. પીએસઆઇ જીબી.માજીરાણા વધુ તપાસ ચલાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...