તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ક્રાઇમ:1 વર્ષથી ફરાર આરોપી 88 હજારના દારૂ સાથે પકડાયો

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • સરહદી રેન્જની પેરોલ ફર્લો ટીમે કિડિયાનગરમાં આડેસરના બુટલેગરને દબોચી લીધો

આડેસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા દારૂના 3 ગુનાઓમાં છેલ્લા એક વર્ષથી ફરાર રહેલા આરોપીને સરહદી રેન્જ પેરોલ ફર્લો ટીમે 88 હજારની કિંમતના દારૂ અને બિયરના જથ્થા સાથે કિડિયાનગરથી પકડી લેતાં એક સાથે બે સફળતા પોલીસને મળી છે.

આ બાબતે પીઆઇ ભાવિન સુથારે વિગતો આપી હતી કે, બોર્ડર રેન્જની ટીમ નાસતા ફરતા આરોપીઓને પકડવા પેટ્રોલિંગમાં હતી ત્યારે પીએસઆઇ એન.વી.રહેવરે ટીમ સાથે બાતમીના આધારે રાપરના કિડીયાનગરમાંથી વર્ષ-2019 મા઼ જે આરોપી વિરૂધ્ધ દારૂના 3 કેસ નોંધાયા છે અને આ ગુનામાં તે 1 વર્ષથી ફરાર છે તે કિડીયાનગરના હરિસીંહ જોરૂભા વાઘેલાને ભારતીય બનાવટના વિદેશી દારૂની 750 એમએલની 144 બોટલ, 180 એમએલના 249 ક્વાર્ટરીયા, 375 એમએલના 16 ક્વાર્ટર અને બિયરના 65 ટીન મળી રૂ.88,775 ની કિ઼મતના દારૂ-બીયરના જથ્થા સાથે પકડી લઇ વધુ તપાસ માટે આડેસર પોલીસને સોંપ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...