તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કાર્ગોના શેડ્યુલ ખોરવાયા:સુએઝ કેનાલ ક્રાઈસીસથી કંડલા- મુન્દ્રા આવતા 40 જેટલા જહાજ મોડા પડશે

ગાંધીધામ2 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કચ્છના બંદરો પર આવતા સ્ક્રેપ, મશીન પાર્ટ સહિતનો કાર્ગો પ્રભાવિત
 • ઈજીપ્તની આ કેનાલમાંથી આખા વિશ્વના ટ્રેડનો 12% કાર્ગો પસાર થાય છે

સુએઝ કેનાલમાં મહાકાય જહાજ આડુ થઈને ફસાઈ જતા ત્યારબાદ જહાજોના થપ્પા લાગી ગયા છે. જેમાં ભારતના સર્વાહિક કાર્ગો વહન કરતા મુંદ્રા અને કંડલા પોર્ટ પર આવતા તેમજ જતા ઘણા વેસલ અને કાર્ગોની રાહ પર અડચણ આવી છે. પ્રાથમિક રીતે જોતા હાલ 40 જેટલા જહાજ અને કાર્ગો પોતાના અગાઉના શેડ્યુલને ખોરવી ને મોડા પડશે એવો અંદાજો છે, જ્યારે કે આ આંકડો હજી વધી શકે છે.

ભારતથી નિકાસ દ્રષ્ટીએ આ કેનાલ થકી જતા ટેક્સટાઈલ્સ, ફર્નીચર, કોટન, મશીન પાર્ટ જ્યારે આયાત થતા ઓઈલ, સ્ટીલ આઈટમ, રો મટીરીયલ, સ્ક્રેપ, ફીનોલ, એનીલાઈન જેવા બેઝીક કેમીકલનો કાર્ગો પ્રભાવીત થશે તેવું તજજ્ઞોનું કહેવું છે. તો કોરોના કાળથી અગાઉથીજ જજુમી રહેલા શિપિંગ ઉદ્યોગ માટે આ વધુ એક મોટો પડકાર સાબિત થઈ રહ્યો છે.

આફ્રીકા - એશીયાને અલગ તારવતો તેમજ યુરોપ અને ભારતીય, પશ્ચિમી પેસીફીક દરિયાને જોડતો સૌથી નાનો 190 કિલોમીટરનો ઈજિપ્તનો કૃિત્રમ જળમાર્ગ એટલે સુએઝ કેનાલ, 205 મીટર પહોળી આ કેનાલમાં 400 મીટર લાંબુ મુળ ચીનનું ‘એવર ગીવન’ નામક મહાકાય જહાજ પવનના સતત અવરોધના કારણે ગત સપ્તાહે આડુ થઈ જતા આખો જળમાર્ગ બ્લોક થઈ ગયો અને તે કેનાલ થકી થતા વિશ્વભરના શિપિંગ થકી થતા કાર્ગોના આદાન પ્રદાન પર બ્રેક લાગી ગઈ. વિશ્વભરની જેમ ભારતના પોર્ટ્સથી આયાત થયેલા અને નિકાસ પામેલા કન્સાઈમેન્ટો પણ ત્યાં અટકી ગયા અને પોતાના નિશ્ચીત સમયગાળાથી ઘણા મોડે ચાલી રહ્યા છે.

એક દિવસ પહેલાજ આખરે આ જહાજને ફરી જળમાર્ગમાં વહેતું કરી દેવાતા શીપીંગ ઉધોગે રાહતનો શ્વાસ જરૂર લીધો છે, પણ સપ્તાહ સુધી લાગેલી રહેલી આ કેનાલ પર લોકડાઉન જેવી પરિસ્થિતીના કારણે ભારતના સર્વાધિક કાર્ગો હેંડલ કરતા કચ્છના દીન દયાલ પોર્ટ ટ્રસ્ટ, કંડલા અને મુંદ્રા પોર્ટ અને તેના ઉપભોક્તાઓ પર અસર જોવા મળી રહી છે. શિપિંગ વ્યવસાય સાથે સંકળાયેલા લાઈનર્સ, સીએચએ સહિતનાઓને તેમનું જહાજ મોડુ પડવાના સંદેશાઓનું આદાન પ્રદાન શરુ થઈ ગયુ છે અને તે અનુસાર આગળની મુવમેન્ટ પર પણ તેની અસર સતત વર્તાશે તેવો સ્પષ્ટ અંદેશો આવી ગયો છે. કોરોના કાળ બાદ શીપીંગ ઉદ્યોગ પર આને વધુ એક આપતી ના રુપે જોવામાં આવી રહ્યું છે.

કન્ટેનર લાઈન્સથી લઈ બ્રોકર, સુધી પર અસરઃ ઉદ્યોગપતિ
શિપીંગ વ્યવસાય સાથે વર્ષોથી સંકળાયેલા કચ્છના યુવા ઉદ્યોગપતિ આશિષ જોશીએ પરિસ્થિતી વિશે આકલન કરતા જણાવ્યું કે જહાજોના જમાવડાને ક્લીયર થતા હજી 15 દિવસ જેવું લાગશે, 250થી વધુ જહાજો અટકાયેલા એટલે તેની ભરપાઈ કોઇને તો કરવીજ પડશે. જહાજ મોડું પડે એટલે તેની સાથે બીજુ શીપમેન્ટ અને આમ શ્રુંખલા બંધાય. પોર્ટ અને સીએફએસમાં શીપમેન્ટ મોડુ પડવા પર ભારે કિંમત ચુકવવી પડે છે.

વેસલના માલીકો અને ઓપરેટર્સ, કન્ટેનર લાઈન્સ, બ્રોકર આ પ્રતિકુળ સંજોગોને સામાન્ય કરવા ઘણી મહેનત કરી રહ્યા છે, પણ તેના પ્રભાવથી બચી શકાય તેમ નથી. ઘણા ટેંકર ઓપરેટર્સ અને શીપ ચાર્ટર્સ શીપ મોડુ પડવાની સ્થિતીમાં માર્ગદર્શીકા બહાર પાડી ચુક્યા છે. ખરેખર આ સ્થિતીથી કેટલું નુકશાન થયું તે તો આવનારા સમયમાંજ સ્પષ્ટ થશે પરંતુ કોરોના કાળ બાદ માંડ ઉભરતા શીપીંગ ઉધોગ માટે આ એક ધક્કો જરુર સાબીત થયો છે.

કન્ટેનરોની અછત ક્રૂત્રિમ, આગામી સમયમાં અસર પડશે
મુંદ્રા કસ્ટમ બ્રોકર એસો. ના સેક્રેટરી મનોજભાઈ કોટકે જણાવ્યું કે એક્સપોર્ટ ઈમ્પોર્ટની સાઈકલ પર તેની સ્વાભાવિક અસર જોવા મળશે. જોકે,હજી સુધી તેની કોઇ અસર જોવા મળી નથી, પરંતુ આગામી સમયમાં તે જોવા મળશે. હાલ જે કન્ટેનરોની અછતનો મામલો છે, તેની પાછળ જાઈન્ટ્સ બહારની કંપનીઓનું ગૃપીઝમ જવાબદાર છે. કૂત્રિમ અછત ઉભી કરીને વધુ નફો રળવાનો ઉદેશ્ય આ પાછળ હોય તેવું ફલીત થાય છે. ભારતીય કાયદાઓના ગાળીયામાં આંતરાષ્ટ્રીય કંપનીઓ આવતી નથી, જેનો ફટકો સ્થાનિક સ્તરે જોવા મળી રહ્યો છે.

કૃપયા ઈંતજાર કરે, આપ કતારમેં હૈ !
કેનાલમાં અટવાયેલા 300 થી વધુ જહાજોના કારણે વિશ્વભરની જહાજ ગતિવિધિ પર સીધી કે આડકતરી અસર પડી છે, અને જહાજો દરીયામાં ઉભા થયેલા આ ટ્રાફિક જામના ક્લીયર થવાની રાહ જોઇ રહ્યા છે. સોમવારે અટવાયેલું મહાકાય વેસલ વહેતું થયાના સુખદ સમાચાર બાદ પણ દરીયાઈ ટ્રાફિકને સામાન્ય થતા 15 દિવસ જેટલો સમય લાગી જશે તેવું સબંધીત સુત્રો જણાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- સમય આકરી મહેનત અને પરીક્ષાનો છે. પરંતુ બદલાતા પરિવેશના કારણે તમે જે નીતિઓ બનાવી છે તેમાં સફળતા ચોક્કસ મળી શકશે. થોડો સમય આત્મ કેન્દ્રિત થઇને વિચારોમાં લગાવો, તમને તમારા અનેક સવાલોનો જવાબ મળી...

  વધુ વાંચો