તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી:પૂર્વ કચ્છમાં પાલિકા-પંચાયતોની 216 બેઠકો પર આમ આદમી પાર્ટી પણ ઝુકાવશે

ગાંધીધામએક મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ગાંધીધામમાં મિડીયા સાથેની બેઠકમાં રાજ્યના સંગઠન મંત્રીનો દાવો

ગાંધીધામ નગરપાલિકાની સાથે પૂર્વ કચ્છ વિસ્તારની તાલુકા પંચાયત, નગરપાલિકાઓની ચૂંટણીમાં આમ આદમી પાર્ટી પણ મેદાને પડશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. આજે યોજાયેલી પત્રકાર પરીષદમાં પ્રદેશના આગેવાને 216 જેટલી બેઠકો પર આ પાર્ટી મેદાને પડશે તેવો દાવો કરવામાં આવ્યો હતો.

પૂર્વ કચ્છ વિસ્તારમાં આવેલી સ્થાનિક સ્વરાજની સંસ્થાઓમાં ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે જે તે બેઠકો પર મુખ્ય પક્ષ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ઉમેદવારોની પસંદગીની કવાયત ચાલી રહી છે તેવા સમયે આજે આમ આદમી પાર્ટી પૂર્વ કચ્છ પણ મેદાને ઉતરશે તેવી જાહેરાત કરવામાં આવી હતી. રાજ્ય સંગઠન મંત્રી રમેશ નભાણી, દિલીપ યાદવ, કે.કે. અન્સારી, જીતુભાઇ ઠક્કર, મેહુલભાઇ પરમાર, આર.ડી. માતંગ વગેરે હાજર રહ્યા હતા. 13મી સુધીમાં તમામ પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવશે તેવી પણ માહિતી આપવામાં આવી હતી. આમ જે તે બેઠક પર ત્રિપાંખીયાથી વધુ જંગના એંધાણ જણાઇ રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે સમય થોડો મિશ્રિત પ્રભાવ લાવી રહ્યો છે. છેલ્લાં થોડા સમયથી નજીકના સંબંધો વચ્ચે ચાલી રહેલાં મનમુટાવ દૂર થશે. તમારી મહેનત તથા કોશિશનું સાર્થક પરિણામ સામે આવી શકે છે. કોઇ ધાર્મિક સ્થળે જવાથી...

  વધુ વાંચો