અકસ્માતની ઘટના:રીશી શિપિંગના ગોડાઉન પાસે ટ્રકે બાઈકને ટક્કર મારતા યુવાનનું મોત

ગાંધીધામ,મુદ્રાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • કચ્છમાં 3 રોડ અકસ્માતની ઘટનાઃ 3 યુવાનોએ જીવ ગુમાવ્યો
  • તુફાન અડફેટે બાઈક ચાલકને કાળ આંબ્યો : યુવાન સ્લીપ થતા સારવારમાં અંતિમ શ્વાસ લીધા

કચ્છમાં ત્રણ રોડ અકસ્માતના બનાવમાં ત્રણ યુવાનોએ જીવ ગુમાવ્યો હતો. જેમાં કંડલામાં ટ્રકે બાઈકને પાછળથી ટક્કર મારતા તો મુંદ્રામાં તુફાને ટક્કર મારતા બાઈક ચાલક યુવાનનું મોત નિપજ્યું હતું. ગાંધીધામમાં બાઈક સ્લીપ થતા ઘાયલ ચાલકને સારવાર મળે તે પહેલાજ અંતિમ શ્વાસ લીધા હતા.

શુક્રવારના બપોરના અરસામાં કંડલા જતા રીશી શીપીંગ કંપનીના ગોડાઉન પાસે આરોપી ટ્રેઈલર ચાલકે પોતાના કબ્જાનું ટ્રેઈલર બેદરકારી પુર્વક ચલાવીને તેમની આગળ બાઈકમાં જઈ રહેલા બાઈકને પાછળથી ટક્કર મારતા બાઈક ચાલક સુરેશભાઈ મોહનભાઈ જોગચંદને માથામાં ગંભીર પ્રકારની ઈજા પહોંચતા મોત નિપજ્યું હતું. ઘટના બાદ આરોપી ટ્રેઈલર ચાલક વાહન લઈને સ્થળ પરથી નાસી ગયો હતો. કંડલા મરીન પોલીસ મથકે મૃતકના કાકાના દિકરા જીતેંદ્રભાઈ જોગચંદે ટ્રેઈલર ચાલક વિરુદ્ધ ફરિયાદ નોંધાવી હતી.

બીજી તરફ મુન્દ્રા કોસ્ટલ પોલીસ મથકેથી હતભાગી મૃતકના પિતરાઈ ભાઈ દિલીપસિંહ શંભુભા જાડેજાની ફરિયાદને ટાંકીને પ્રાપ્ત અહેવાલ મુજબ 17/9 ની સાંજે 7.30 વાગ્યાના અરસામાં લુણી વડાલા માર્ગ પર બનાવ બન્યો હતો.જેમાં જીજે-12 એવી 0168 નંબર ની તુફાનનાં ચાલકે જીજે-12-ડીડી 5599 નંબરની હોન્ડા સ્પ્લેન્ડરના ચાલક યુવાન નરેન્દ્રસિંહ જયેન્દ્રસિંહ ઉર્ફે જામભા જાડેજા (ઉ.વ.36 રહે ભદ્રેશ્વર)નામક યુવાનને હડફેટે લઇ ધડાકાભેર ટક્કર મારતાં તેને માથાના ભાગે ગંભીર ઇજજાઓ થઇ હતી.

અને નરેન્દ્રસિંહે ઘટના સ્થળે દમ તોડ્યો હતો.જયારે તુફાનમાં સવારી કરતા અન્ય મુસાફરને ફેક્ચર તથા મુઢમાર સહિતની ઇજજાઓ પહોંચી હતી.અત્રે ઉલ્લેખનીય છે કે મૃતક નરેન્દ્રસિંહ ખુદ છેલ્લા બાર વર્ષથી હરેશ કન્સ્ટ્રક્શન નામક કંપનીમાં ડ્રાઈવર તરીકે ફરજ બજાવતો હતો. ત્રીજો બનાવ ગાંધીધામમાં રીશી શીપીંગ સામેના રોડ પર બન્યો હતો, જેમાં તા. 16/09ના રાત્રીના મૃતક મનોજભાઈ રમેશચંદ શર્મા (રહે. અંબાજી નગર, વરસામેડી) પોતાની મોટર સાઈકલ લઈને જઈ રહ્યા હતા ત્યારે વાહન સ્લીપ થઈ જતા શરીરે અને માથામાં ગંભીર પ્રકારની ઈજા થતા સારવાર દરમ્યાન મોત નિપજ્યું હતું.

ગાંધીધામના સેક્ટર 6માં 65વર્ષીય વૃદ્ધે પોતાના ઘરે ગળે ફાંસો ખાધો
ગાંધીધામના સેક્ટર 6માં રહેતા 65 વર્ષીય ક્રિષ્ણા રાવએ શુક્રવારના સવારે પોતાના ઘરે લોખંડના હુકમાં રસ્સી વડે ગળે ફાંસો ખાઈ લીધો હતો. આ અંતિમ પગલુ ક્યા કારણોસર વૃદ્ધે ભર્યું તે જાણવાની દિશામાં પોલીસે અકસ્માત મોત નોંધીને તપાસ હાથ ધરી હતી. ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં 4-બીમાં રહેતા શિણાય સરપંચ ગોપાલભાઇના પુત્ર અજય હડીયાએ પણ અગમ્ય કારણોસર ગળે ફાંસો ખાઇ લીધો હતો.

અન્ય સમાચારો પણ છે...