તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

પુષ્પાંજલી અપાઇ:સંકુલમાં ફરેલા અસ્થિરથને ઠેર ઠેર પુષ્પાંજલી અપાઇ

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • કોરોનામાં અવસાન પામેલા લોકોના અસ્થિનું હરિદ્વારમાં વિસર્જન કરાશે
  • તુલસીધામ ખાતે મહંત, પાલિકા પ્રમુખ વગેરે ઉપસ્થિત રહ્યા

આદિપુર સ્મશાનમાં કોરોના કાળ દરમિયાન એકઠી થયેલી અસ્થિઓને મૃતકના મોક્ષાર્થે આ તમામ અસ્થિઓનું હરિદ્વાર ખાતે વિસર્જન કરવાનું ભગીરથ કાર્ય આદિપુરના એકતા યુવા ગૃપ દ્વારા ખરેખર સરાહનિય આયોજન કરાયું છે. આજે સાંજે 5 વાગ્યે આદિપુર સોનાપુરી ટ્રસ્ટના સ્મશાનથી અસ્થિ રથ નિકળ્યો હતો. જે આદિપુર અને ગાંધીધામના વિવિધ માર્ગો પર ફરતાં અનેક સંસ્થાઓ અને નગરજનો દ્વારા પુષ્પાંજલી અપાઇ હતી.

આદિપુરના એકતા યુવા ગૃપના પ્રમુખ નંદુ મીઠવાણીએ જણાવ્યા મુજબ, તેમના ગૃપ દ્વારા સ્મશાનમાં એકઠી કરવામાં આવેલી 350 અસ્થિઓ સાથે અસ્થિ રથ આજે સાંજે 5 વાગ્યે આદિપુર સોનાપુરી સ્મશાનથી નિકળ્યો હતો. મદનસિંહ ચોક, મૈત્રી રોડ, આદિપુર રામબાગ રોડ થઇ ગાંધીધામ મેઇન માર્કેટ ગાંધી માર્કેટ, અર્જન સ્કાયર અને તુલસીધામ મંદિર પહોંચ્યો હતો ત્યાંથી 350 અસ્થિઓ લઇ એકતા યુવા ગૃપે વિસર્જન માટે હરિદ્વાર જવા પ્રસ્થાન કર્યું હતું.

દરમિયાન તુલસીધામ ખાતે મહંત સ્વામી દર્શનદાસ ઉદાસીના અધ્યક્ષ સ્થાને પાલિકા પ્રમુખ ઇશીતા ટીલવાણી, સરીતાબેન ભઠ્ઠર, હરેશભાઇ મુલચંદાણી, સંજય ગાંધી, અમીત કોડવાણી, હરેશ આસનાની, કિશોર ભાનુશાળી વગેરે જોડાયા હતા અને પુષ્પાંજલી આપી હતી. આ ભગીરથ સેવા કાર્યમાં એકતા યુવા ગૃપના પ્રમુખ મિઠવાણી, રામભાઇ અડવાણી, મેહુલભાઇ રાજપુત, અમિત કોડવાણી, હરેશ આસનાની, બાબુભાઇ ધલવાણી , ગોરધન આસનાની સહિતના કાર્યકરો જોડાઇ જહેમત ઉઠાવી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...