ભુજ:વોંધ હાઇવે પર ચક્કર આવતાં પડી ગયેલા શ્રમિકનું મોત નીપજ્યું

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • છત ભરવાના કામ પછી એક કલાકના કામમાં જીવ ગુમાવ્યો

દેશભરમાં હાલ શ્રમિકોની હાલત દયનિય છે અને પગપાળા સ્થળાંતર કરી રહેલા અમુક શ્રમિકોના મોત થયા છે તેવામાં ભચાઉ તાલુકાના વોંધ પાસે મજુરી કરી બપોરે બે વાગ્યાના અરસામાં ધોમધખતા તાપમાં ઘરે પરત ફરી રહેલા શ્રમિકને ગરમી અને થાકને કારણે ચક્કર આવતાં પડી ગયા બાદ ભુજ હોસ્પિટલ ખાતે સારવાર દરમિયાન દમ તોડ્યો હતો. આ બાબતે પ્રાપ્ત વિગતો મુજબ, તા.26/5 ના બપોરે બે વાગ્યાના ધોમધખતા તાપમાં લાકડીયા રહેતો 40 વર્ષીય અમરશી રાજાભાઇ સાચલા મજુરી કરી પરત ફરી રહ્યો હતો ત્યારે વોંધ પાસે અચાનક ચક્કર આવી જતાં તે પડી ગયો હતો અને માથામાં આંતરિક ઇજા પહોંચી હતી જેને પહેલાં ભચાઉ સીએચસી સારવાર અપાયા બાદ વધુ સારવાર માટે ભુજ જનરલ હોસ્પિટલ લઇ જવાયો હતો જ્યાં સવારે 10 વાગ્યાના અરસામાં સારવાર દરમિયાન તેણે દમ તોડ્યો હતો. 

તાપ અને થાકને કારણે પડી ગયા હોવાનું મૃતકના જમાઇએ જણાવ્યું
મૃતક અમરશીભાઇના જમાઇએ આ બાબતે વિગતો આપી હતી કે, મૃતક અમરશીભાઇ તેમના મામા સસરા થાય છે જે દિવસે આ બનાવ બન્યો તેના આગલા દિવસે ભચાઉ છત ભરવાની હોતાં સવારથી સાંજ સુધી રેતી કાંકરીના તગારા આગ ઝરતી ગરમીમાં ભરી મજુરી કરી હતી, બીજા દિવસે આરામ રાખવાના હતા પરંતુ એકાદ કલાકનું કામ હોવાનું કહી એક કોન્ટ્રાક્ટરે તેમને બોલાવતાં મજુરી કામે ગયા હતા જ્યાંથી પરત પગપાળા આવી રહ્યા હતા ત્યારે વોંધ પાસે જ તેમને ગરમી અને થાકને કારણે ચક્કર આવી જતાં તે પડી ગયા હતા જેમાં તેમને માથામાં ઇજા પહોંચવાને કારણે હેમરેજ થતાં જીવ ગયો હતો. 

અન્ય સમાચારો પણ છે...