સૂચના:પેજ સમિતિ ન બનાવનાર કાર્યકરને સજા થઇ શકે છે

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • રાજ્યની સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઇને ભાજપના વડાની ટકોર
  • સંકુલમાં 80થી વધુ પેજ પ્રમુખો બનાવવા સંગઠન દ્વારા ચાલી રહી છે કવાયત

નગરપાલિકા, જિલ્લા પંચાયતની ચૂંટણીને અનુસંધાને કાર્યકરોને પેજ સમિતિઓ બનાવવા પ્રદેશ કક્ષાએથી ભાજપમાં સૂચના આપવામાં આવી છે. પ્રદેશ પ્રમુખ દ્વારા રાજ્યના એક જિલ્લામાં એવી પણ ટકોર કરાઇ હતી કે, જો પેજ સમિતિ નહીં બનાવે તો કાર્યકરો, આગેવાનોને ટીકીટ નહીં મળે. દરમિયાન ગાંધીધામમાં પેજ પ્રમુખ બનાવવાની કવાયત છેલ્લા દશેક દિવસથી વધુ વેગવાન બનાવવામાં આવી રહી છે. શહેરમાં ભાજપ દ્વારા કાર્યકરોને કામે લગાડી પેજ સમિતિ બનાવવા ધમધમાટ શરૂ કરાયો છે. મતદારો સુધી સીધા પહોંચી શકાય તે માટે પણ કવાયત હાથ ધરાઇ હતી.

શહેર પ્રમુખ પુનીત દુધરેજીયાએ જણાવ્યું હતું કે, જેટલા કાર્યકરો, આગેવાનોને પેજ સમિતિ બનાવવા સૂચના આપવામાં આવી છે અને તેને પુરતું માર્ગદર્શન પણ આપવામાં આવી રહ્યું છે. ઉલ્લેખનીય છે કે, ભાજપ દ્વારા સંગઠનની રીતે આગળ વધીને સેવાડા સુધી પહોંચી શકાય તે માટે પ્રયત્ન કરવામાં આવતા હોય છે. જ્યારે કોંગ્રેસ પણ હવે આ રીતે નેટવર્ક ગોઠવવાની દિશામાં આગળ વધશે તેવા સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...