ભુજ:લખપતમાં મહિલાને તીક્ષ્ણ હથિયાર મારી દાગીનાની લૂંટ

ગાંધીધામ3 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • વાગડમાં લોકો પોતાના ઘરે પણ સુરક્ષિત નથી !
  • વાડીમાં રોટલી બનાવતી મજૂર મહિલા ભોગ બની

ભચાઉ તાલુકાના સામખિયાળી ખાતે રાત્રે આંગણામાં સૂતેલી મહિલાના ઓશીકા નીચેથી રોકડ ભરેલું પર્સ અને પગમાં પહેરેલા સાંકળાની ચોરીને અંજામ અપાયો હોવાની ઘટના બાદ લખપત ગામ ખાતે વાડીમાં રોટલી બનાવી રહેલી મહિલાને તીક્ષ્ણ હથિયાર મારી તેણે પહેરેલા રૂ.15,000 ની કિંમતના દાગીનાની લૂટ કરાઇ હોવાની ફરિયાદ સામખિયાળી પોલીસ મથકે દાખલ થતાં વાગડમાં લોકો પોતાના ઘરે પણ સુરક્ષિત રહ્યા નથી.

વધુ સારવાર માટે તેમને ભુજ રીફર કરાયા છે
લક્ષ્મીબેન પ્રભુભાઇ કોલી પોતાના પતિ સાથે ભચાઉ તાલુકાના લખપત ગામ ખાતે આવેલી મુળજીભાઇ વાલાભાઇ પટેલની વાડી પર મજુરી કામ કરે છે અને ત્યાંજ બનેલા મકાનમાં રહે છે. ગત સાંજે 7.30 વાગ્યાના અરસામાં લક્ષ્મીબેનના પતિ પ્રભુભાઇ બાજુના મકાનમાં ગયા હતા અને તેઓ રોટલી બનાવી રહ્યા હતા તે દરમીયાન એક ઇસમે આવી લોટ બાંધી રહેલા લક્ષ્મીબેનને તીક્ષ્ણ હથિયાર માથામાં ફટકારતાં તેઓ પડી ગયા હતા અને અજાણ્યા ઇસમે તેમણે બન્ને કાનમાં પહેરેલા રૂ.15,000 ની કિંમતના સોનાના કાંપ ખેંચી નાસી ગયો હતો. ઇજાગ્રસ્ત લક્ષ્મીબેનને પતિને બોલાવતાં તેમણે વાડી માલિક મુળજીભાઇને બોલાવી તેમને સારવાર માટે લઇ ગયા હતા. વધુ સારવાર માટે તેમને ભુજ રીફર કરાયા છે. તેમણે સામખિયાળી પોલીસ મથકે આ બાબતે ફરિયાદ નોંધાવી છે. પોલીસે લૂંટને અંજામ આપનાર વિરૂધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...