કોર્ટનો આદેશ:ચેક બાઉન્સના કેસમાં આરોપી મહિલાને અદાલતે 18 માસની કેદની સજા ફટકારી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામ કોર્ટે 2,50,000 બે માસમાં ચૂકવી દેવા આદેશ કર્યો

ગાંધીધામ કોર્ટે ચેક બાઉન્સ ના કેસમાં મહિલા આરોપીને 18 માસની કેદ તેમજ રૂ.2.50 લાખ બે માસમાં ચૂકવી દેવા આદેશ કરી ધાક બેસાડતો ચૂકાદો સંભળાવ્યો હતો. આ કામે ટુંકી હકીકત એવી છે કે, ભારતનગરની સંતકંવર રામ સોસાયટીમાં રહેતા ફરિયાદી સોનું વાલચંદભાઈ સોનીએ આરોપી ચેતનાબેન હર્ષદભાઈ મોરબીયા(જૈન), રહે. પ્લોટ નં. 202, 3 જો માળો, " પ્રેરણા ઓનર્સ એશોશીએશન" પ્લોટ નં 218, વોર્ડ 12/બી, ગાંધીધામ વાળા વિરૂધ્ધ નેગોશિએબલ ઈસ્યુમેન્ટ એકટ- ૧૮૮૧ ની કલમ ૧૩૮ તળે એવી એવી હકીકતે ફરીયાદ કરેલ કે,આ કામના આરોપીબેનએ મુથુટ ફાઈનાન્સ લી.માં ગોલ્ડ લોનની રકમ ભરપાઈ કરી ગોલ્ડ છોડાવી લેવાનું હોઈ, આરોપી બેન લોનની રકમ ભરપાઈ કરી શકે તેવી પરિસ્થિતીમાં ન હોઈ, જેથી તેણીએ મેનેજર વીલ્સન વર્ગિસન વાત કરતા, જે હકીકતની જાણ મુથુટ ફાઈનાન્સ લી.ના મેનેજરને કરી હતી.

એ રીતે મેનેજરને ફરીયાદી સાથે સારા સંબંધો હોઈ તેના કહેવાથી આરોપીબેન ગુડ ફેઈથમાં તેમની મદદ કરવા ફીરયાદી4એ તાઃ 13/06/2018 ના રોજ ફરીયાદીએ રૂ. 2,50,000 આપ્યા.જે લેણું ચૂકવી આપવા આરોપી બેને ફરીયાદીને લેણુ ચુકવવા ચેક આપેલ જે ચેક બાઉન્સ થયેલ અને ફીરયાદીએ માંગણી કરેલ હોવા છતાં આર પી બને તે નહી ચુકવી આપતા, ફરીયાદીએ કોર્ટમાં કેસ દાખલ કર્યો હતો.

જેમાં ફરીયાદી પક્ષે 20 દસતાવેજી આધારો રજુ થયેલા. જે તમામ પુરાવાના આધારે ફરીયાદી પક્ષે આ કામના આરોપી બેન વિરૂધ્ધ કેસ પુરવાર થયેલાનું નામદાર કોર્ટે માનેલ અને આરોપીબેન ચેતનાબેન હર્ષદધાઈ મોરબીયયા (જૈન) ને નામદાર શ્રી (એ.કે. શર્મા ) સાહેબની 4કોર્ટે 18 માસની સાદી કેદની સજા કરેલ તેમજ 2.50 લાખ કંમ્પનસેશન સીધો ફરીયાદનીને બે માસમાં ચુકવી આપવા આદેશ કર્યો હતો. ફરીયાદીપક્ષે વકીલશ્રી હિતેષી.પી.ગઢવી હાજર રહ્યા હતા.

અન્ય સમાચારો પણ છે...