તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

આયોજન:પરીક્ષાઓ અને મનોવૈજ્ઞાનિક એટીટ્યુડ માટે વેબિનાર યોજાયો

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આદિપુરની તોલાણી કોમર્સ કોલેજ દ્વારા છાત્રોના સર્વાંગી વિકાસ હેતું કરાયું આયોજન

તોલાણી કોમર્સ કોલેજ આદિપુર ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાની તેયારી તથા મનોવેજ્ઞાનિક એટીટ્યુડ સબંધીત એક દિવસીય વેબિનાર આચાર્ય ડો. મનીષ પંડ્યાના માર્ગદર્શન હેઠળ યોજાયો હતો. જેમાં રીસોર્સે પર્સન તરીકે સાયકોલોજીસ્ટ ડો. ગૌરાંગ જોષી ઉપસ્થિત રહ્યા હતા. વેબીનારમાં 37 છાત્રો જોડાયા હતા.

વર્કશોપના વક્તવ્યમાં ડો. જોષીએ જણાવ્યું હતું કે નાસીપાસ, આત્મહત્યાના વિચારો, વિજાતીય આકર્ષણ, દીવા સ્વપ્ન,તથા અવાસ્તવિક ખ્યાલોમાં રહેવું સહિતની મનોવૈજ્ઞાનિક તકલીફોના કારણે સર્વાગી વિકાસ થઈ શકતો નથી.આ લક્ષણોને ઓછા કરવા સાયકોથેરાપી ટેકનીક, કલીનીકલ હિપ્નોસીસ, માંઇન્ડફૂલનેશ થેરાપી અને હળવા થવાની ટેકનીક દર્શાવી હતી. સંકુલ દ્વારા ડો. જોષીનું મોમેન્ટો આપી સન્માન કરવામાં આવ્યું હતું. આગામી વેબિનારની માહિતી મેળવવા 9427182209 પર સંપર્ક સાધવા જણાવાયું હતું.

અન્ય સમાચારો પણ છે...