તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:નંદગામ પાસે આગળની ગાડીમાં અથડાયેલા ટ્રકના ચાલકનું મોત

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર
  • ભચાઉ હાઇવે વધુ એક જીવલેણ માર્ગ અકસ્માતનો સાક્ષી બન્યો
  • ટ્રાન્સપોર્ટ કંપનીના સુપરવાઇઝરે મૃતક ચાલક વિરૂધ્ધ ગુનો નોંધાવ્યો

ભચાઉ હાઇવે પર માર્ગ અકસ્માતોની ઘટના સામાન્ય બની ગઇ હોય તેમ આ હાઇવે વધુ એક જીવલેણ અકસ્માતનો સાક્ષી બન્યો હતો જેમાં આગળ જતી ટ્રકમાં પાછળ આવતી ટ્રક અથડાતાં તે ટ્રકના ચાલકનું મોત નિપજ્યું હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઇ છે.

મુળ રાધનપુરના હાલે નવી ભચાઉ રહેતા અને ઇન્ટર ઇન્ડીયા રોડવેઝમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા ભાવેશભાઇ મેહાભાઇ ચૌધરીએ નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યુ઼ છે કે, તેમના રોડવેઝની ટ્રકના ચાલક મુળ યુપીના ઓમપ્રકાશ દિનાનાથ રાઠોડ તા.24/6 ના રોજ મુન્દ્રાથી સોયા તેલના ટીન લઇ બનાસકાંઠાના થરાદ જવા રવાના થયો હતો.

રાત્રે 11:30 વાગ્યાના અરસામાં ભચાઉના નંદગામ સામે આગળ જઇ રહેલી ગાડીમાં ઓમપ્રકાશે પોતાના કબજાનું ટ્રક અથડાવી દેતાં કેબિન ચોબાઇ જતાં ઓમપ્રકાશ ફસાઇ ગયો હતો અને ગંભીર ઇજાઓને કારણે તેનું મોત નિપજ્યુ઼ હતું.

તેમણે નોંધાવેલી ફરીયાદના આધારે અકસ્માત સર્જી પોતાનું જ મોત નિપજાવનાર ચાલક વિરૂધ્ધ ગુનો નોંધી ભચાઉ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. જો કે આ ઘટનાને કારણે મૃતકના પરીવારમાં માતમ છવાયો હતો. અત્રે ઉલ્લેખનિય છે કે ભચાઉ નજીક હાઇવે પર ચીરઇ ગોલાઇ તેમજ નંદગામ સામે અવાર નવાર જીવલેણ માર્ગ અકસ્માતો સર્જાતા રહે છે.

અન્ય સમાચારો પણ છે...