તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લાકડિયા પાસે ટ્રેઇલર ટ્રાન્સફોર્મરમાં અથડાયું: કોઇને ઇજા નહીં

ગાંધીધામએક વર્ષ પહેલા
  • કૉપી લિંક

ભચાઉ તાલુકાના લાકડિયા પાસે સામખિયાળી-રાધનપુર હાઇવે પર ટ્રેઇલર ઇલેક્ટ્રિક ટ્રાન્ફોર્મર સાથે અથડાતાં વીજ કંપનીને રૂ.1.35 લાખનું નુકસાન પહોંચ્યું હોવાની ફરિયાદ લાકડિયા પોલીસ મથકે નોંધાઇ છે.ભચાઉના રેલ્વે સ્ટેશન પાછળ રહેતા પીજીવીસીએલના જુનિયર એન્જિનિયર પ્રદિપભાઇ ઉકેડભાઇ તડવીએ ફરિયાદ નોંધાવી છે કે, ગુરૂવારે સાંજે તેઓ ઓફિસે હતા ત્યારે સામખિયાળી પેટા વિભાગના આસિસ્ટન્ટ નવલસિંહ કેશરસિંહ વાઘેલાનો ફોન આવ્યો હતો સામખિયાળી-રાધનપુર હાઇવે પર લાકડીયા નજીક ખોડાસર પાટિયા પાસે આવેલી ન્યુ અનમોલ રાજસ્થાની હોટલ પાસે પીજીવીસીએલના ટ્રાન્સફોર્મર સેન્ટરમાં ટ્રેઇલર ચાલકે ટ્રેઇલર અથડાવી તોડી નાખ્યું છે. તપાસ કરી તો યુપી-17-એટી-3213 નંબરના ટ્રેઇલર ચાલકનરેશ બજીરચંદ રાજપુતે ટ્રેઇલર અથડાવી ટ્રાન્ફોર્મરમાં 1,35,000 નું નુકશાન પહોંચાડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...