તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ધરપકડ:મેઘપર(બો) માં ઘરફોડ ચોરીને અંજામ આપનાર નડિયાદથી ઝબ્બે, રાજ્યમાં 8 સહિત કુલ 75 તસ્કરીની કબૂલાત

ગાંધીધામ17 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • આરોપી પાસેથી રૂા 16.40 લાખનો મુદ્દામાલ કબજે કરાયો

અંજાર તાલુકાના મેઘપર બોરીચીમાં તા.3/2 ના ધોળા દિવસે બનેલી રૂ.12 લાખની ઘરફોડ ચોરીમાં સંડોવાયેલા આરોપીને ખેડા જિલ્લા લોકલ ક્રાઈમ બ્રાન્ચે નડિયાદની પીપલગ ચોકડી પાસેથી ઝડપી પાડ્યો હતો.

આ બાબતે અંજાર પોલીસ મથકના પીઆઇ એમ.એમ.જાડેજાએ વિગતો આપી હતી કે, અંજારના મેઘપર બોરીચી ખાતે તા.3/2 ના રોજ ધોળા દિવસે રૂ.12 લાખની ઘરફોડ ચોરીને અંજામ અપાયો હોવાની ઘટનાના પગલે તસ્કરને પકડી લેવા ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન રિસોર્સના આધારે અહીંની પોલીસેે રાજ્યની તમામ પોલીસને મેસેજ પાસ કર્યા હતા. જેમાં નડિયાદની પીપલગ ચોકડી પાસેથી બાતમીના આધારે ખેડા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે મુળ પેટલાદના જયેશ ઉર્ફે રાજુ મોહન પટેલને દબોચી રૂ.16,42,512 ની કિંમતના દાગીના કબજે કર્યા હતા. તેની કરવામાં આવેલી પુછપરછમાં તેણે નડિયાદ, અમરેલી, સુરત, અંજારના મેઘપર બોરીચી, ભાવનગર, આણંદ, અમદાવાદ, રાજકોટ, વડોદરા તેમજ છત્તીસગઢના રાયપુરમાં ઘરફોડ ચોરીને અંજામ આપ્યો હોવાની કબૂલાત આપીહતી.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે દરેક કાર્યને યોગ્ય રીતે કરવામાં સક્ષમ રહેશો. માત્ર કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખા અવશ્ય જાળવી લો. તમારા આ ગુણના કારણે આજે તમને કોઇ વિશેષ સફળતા પણ પ્રાપ્ત થઇ શકે છે. નેગેટિવઃ- આ ...

  વધુ વાંચો