તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

રાજકારણના આટાપાટા:ભાજપના 16 અને કોંગ્રેસના 14 એમ કુલ 30 ઉમેદવારો પોતાને મત નહીં આપી શકે !

ગાંધીધામ10 દિવસ પહેલા
 • કૉપી લિંક
 • જે વિસ્તારમાં રહે છે તેને અન્ય વિસ્તારમાંથી ઉમેદવારી કરી
 • ‘આયાતી’ ઉમેદવારો માટે મુંઝવણ ભરી સ્થિતિ : ભાજપ બે બળવાખોરને મનાવી ન શક્યો
 • ગાંધીધામ નગરપાલિકાના જુદા જુદા વોર્ડમાં ભરાયેલા ફોર્મ પછી બહાર આવી વિગત

ગાંધીધામ નગરપાલિકાના 13 વોર્ડની 52 બેઠકો માટે અંદાજે 182 જેટલા ઉમેદવારો મેદાને રહ્યા હોવાનું જણાઇ રહ્યું છે. ઉમેદવારી પત્રો ભરાયા છે તેમાં મુખ્ય પક્ષોમાં જોવામાં આવે તો જે તે વોર્ડમાં રહેતા કાર્યકરને અન્ય વોર્ડમાં ટિકિટની ફાળવણી પક્ષ દ્વારા કરવામાં આવતાં આ ઉમેદવાર પોતાનો મત પણ પોતાને આપી ન શકે તેવી સ્થિતિ ઉભી થઇ છે. કોંગ્રેસમાં આવા 14 ઉમેદવારો છે, જે બીજા વોર્ડમાં ઉમેદવારી કરી હોવાથી જે વોર્ડમાં રહેતા હોય ત્યાં જ મતદાન કરવું પડે તેને લઇને તેનો મત પણ તેને આપી શકે તેમ નથી. આવી જ રીતે ભાજપમાં પણ વોર્ડ વાઇસતપાસ કરવામાં આવે તો અંદાજે 16 જેટલા ઉમેદવારોને બીજા વોર્ડમાં મુકવામાં આવ્યા છે.

નગરપાલિકાની ચૂંટણીના પડઘમ વાગતાં જ છેલ્લા કેટલાય સમયથી તૈયારી શરૂ કરી દેવામાં આવી હતી. વહીવટી તંત્ર દ્વારા બહાર પાડવામાં આવેલા જાહેરનામા પહેલા જ ચૂંટણીની જાહેરાતના પગલે વાતાવરણમાં ગરમી આવી ગઇ હતી. સંબંધિત પક્ષો દ્વારા પોત પોતાના રાજકીય સોગઠાબાજી ગોઠવવાની માથાકુટ શરૂ કરાઇ હતી. દરમિયાન ભરાયેલા ઉમેદવારી પત્રો પર નજર નાખવામાં આવે તો મુખ્ય બે પક્ષોમાં ભાજપમાંથી 16 જેટલા ઉમેદવારો જે તે વોર્ડમાં રહેતા ન હોવાથી તેનું નામ મતદાર યાદીમાં અન્ય સ્થળે હોઇ પોતાનો મત પણ પોતાને આપી ન શકે તેમ જણાય છે. આવી જ રીતે કોંગ્રેસમાં પણ 14 જેટલા નામો પ્રાથમિક તબક્કે બહાર આવી રહ્યા છે. આમ બન્ને પક્ષના મળીને 30 ઉમેદવારો પોતાનો મત પોતાને આપી નહીં શકે તેને ફરજીયાત રીતે જે તે વોર્ડમાં રહેતા હશે તેમાંથી ઉભા રહેલા ઉમેદવારોને આપવો પડે તેમ જણાય છે.

ચૂંટણી પંચની સૂચનાના પગલે તબક્કાવાર બેઠકો પણ રાજકીય પક્ષો દ્વારા કરવામાં આવી હતી. જે તે સમયે પસંદગીના મુદ્દે બન્ને મુખ્ય હરીફ પક્ષોની વાત કરવામાં આવે તો જે તે વોર્ડમાં અનુકુળતા ન હોવાથી કે તેને હરાવવા અથવા તો રાજકીય કારર્કિદી પુરી કરવાના હેતુથી કાવાદાવાના ભાગરૂપે કેટલીક વખત બીજા વોર્ડમાં ટિકિટ આપવામાં આવે છે તેવું આ વખતે પણ કેટલાક કિસ્સામાં બન્યું હોવાની ચર્ચા ઉઠી રહી છે. જોકે, આજે છેલ્લી ઘડી સુધી ખેંચતાણ રહી હતી. જોકે, ભાજપ તેના બે બળવાખોર પૂર્વ નગરસેવકો નયના પટેલ અને રતિલાલ પરમારને સમજાવવામાં નિષ્ફળ ગયો હતો.

ત્રણ અપક્ષોએ ઉમેદવારી પરત ખેંચી
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ ઉમેદવારી પત્રો ભરાયા પછી પરત ખેંચવાની આજે અંતિમ તારીખે ત્રણ અપક્ષોએ ઉમેદવારી પત્ર પરત ખેંચ્યું છે જેમાં વોર્ડ નં.2, 4 અને 6ના ઉમેદવારોનો સમાવેશ થાય છે. જ્યારે સક્ષમ ગણી શકાય તેવા ઉમેદવારો કે જેતે પક્ષના ઉમેદવારને હરાવવા કે જીતાડવા માટે મહત્વની ભૂમિકા ભજવી શકે તેમ છે તેને ઉભા રાખવા કે ખસેડવા માટે આજે દબાણ લાવવામાં આવ્યા હતા. આમ છતાં દબાણને કેટલાક વશ થયા નથી.

5 વોર્ડમાં બે બેલેટ મશીન રાખવા પડશે
નગરપાલિકાની ચૂંટણીને અનુલક્ષીને જે તે આર.ઓ. જે.કે. ચાવડા અને જાડેજા દ્વારા આજે નામાવલી તૈયાર કરીને ક્રમાનુસાર તેની જાહેરાત થાય તે માટેની તૈયારીમાં લાગી ગયા હતા. એક બેલેટમાં 14થી વધુનો સમાવેશ થઇ શકે તેમ ન હોવાથી વોર્ડ નં. 6માં 17, 9માં 15, 11માં 15, 12માં 18, 13માં 20 ઉમેદવારો હોવાથી અહીં બે બેલેટ મશીન રાખવા પડશે.

રાજુભાઇ શાહ ખસી ગયાની અફવા ઉડી
આજે બપોરે 3 વાગ્યા સુધી ઉમેદવારી પરત ખેંચવાનો સમય હતો. આ સમયગાળા દરમિયાન આજે આખો દિવસ જુદી જુદી અફ‌વાઓ ઉડી હતી. ગુરૂકુળ યુથ સર્કલ દ્વારા અપક્ષ તરીકે ઉભા રાખવામાં આવેલા રાજુ શાહને ઉમેદવારી પત્ર પરત ખેંચાવવા તૈયારી કરવામાં આવી હતી. પરંતુ સફળતા મળી ન હતી. દરમિયાન એક તબક્કે ફોર્મ પરત ખેંચી લીધું હોવાની વાત પણ ઉડી હતી. જ્યારે ભાજપમાં જોવામાં આવે તો ગુરૂકુળ વિસ્તારમાં જ રહેતા બે મહિલા આગેવાનોને વોર્ડ નં.1 અને 5માં ટિકિટ ફાળવવામાં આવી છે.

તાલુકામાં 16 બેઠકમાંથી 5માં 3થી વધુ ઉમેદવારો
જિલ્લાના સૌથી નાના ગણાતા તાલુકામાં ગત સિમાંકન પછી એક બેઠકનો વધારો થઇને 16 બેઠકો થઇ હતી. 28મીએ યોજાનાર ચૂંટણીમાં હાલ એક બેઠક અંતરજાળ-1ની બીનહરીફ થઇ ગઇ છે. જ્યારે અન્ય ઉમેદવારો મેદાનમાં છે, તે જોવામાં આવે તો કિડાણા-1, 4, ગળપાદર-3, ખારીરોહર-1, મીઠીરોહર-1માં ત્રણથી ચાર ઉમેદવારો મેદાનમાં છે. જેમાં સીધો જંગ થવાનો છે તેમાં અંતરજાળ-2,3, કિડાણા-2,3, શિણાય, ગળપાદર-1, 2, ખારીરોહર-1, મીઠીરોહર-1નો સમાવેશ થાય છે.

જયશ્રીબેને છઠ્ઠી ટર્મ માટે ઝંપલાવ્યું
કોંગ્રેસના વર્તુળોમાંથી મળતી માહિતી મુજબ જયશ્રીબેન ચાવડાએ અગાઉ પાંચ વખત જુદા જુદા પક્ષમાં લડીને વિજેતા થયા છે. હાલ પણ તેઓએ ઝંપલાવ્યું છે. અગાઉ 2001થી 2003 સુધી ગાંધીધામ નગરપાલિકાના પ્રમુખ તરીકે પણ રહી ચૂક્યા છે. તેમના બે પુત્રો પણ જુદા જુદા વોર્ડમાં હાલ કોંગ્રેસના બેનર પર લડી રહ્યા છે. ઉલ્લેખનીય છે કે, જયશ્રીબેનના પતિ અજીતભાઇ ચાવડા પણ અગાઉ નગરપાલિકાના વિપક્ષના નેતા તરીકે હોદ્દો સંભાળી ચૂક્યા છે. અને કોરોનામાં તેમનું નિધન થયું હતું.

કોંગ્રેસે પણ સિંધી સમાજને 8 ટિકિટ આપીને રિઝવવા પ્રયાસ
ભાજપ દ્વારા સિંધી સમાજને દર વખતે પ્રભુત્વ જ્ઞાતિની વસ્તીને અનુલક્ષીને આપવામાં આવે છે. આ વખતે પણ 8 ટિકિટની ફાળવણી કરી હતી. જ્યારે બીજી બાજુ કોંગ્રેસે પણ આ સમાજને 8 ટિકિટ ફાળવી છે. જેમાં ગીતાબેન કપ્ટા, નીશાબેન ભાટીયા, સંજય ટેહલરામાણી, આશાબેન નાવાણી, નારણકુમાર અડવાણી, ઇશ્વર દેવનની, ગોરધન કોટક,પુજા ગાલાણીનો સમાવેશ થાય છે.

વોર્ડ નં.5માં ભાજપ- કોંગ્રેસ વચ્ચે 8 જ ઉમેદવારો રહેતા સીધી ટક્કર
નગરપાલિકાની ચૂંટણીમાં સામાન્ય રીતે જોવામાં આવે તો અપક્ષ કે અન્ય પક્ષના ઉમેદવારો પર છેલ્લી ઘડી સુધી સ્પર્ધામાં રહેતા હોવાથી ઉમેદવારોની સંખ્યામાં વધારો થતો હોય છે. વોર્ડ દીઠ 4 બેઠકોમાં કેટલીક વખત ઉમેદવારી પત્ર લાંબુ થતું હોય છે. જ્યારે વોર્ડ નં. 5માં જોવામાં આવે તો ભાજપ અને કોંગ્રેસ બે ઉમેદવારોના ઉમેદવારીપત્ર ભરાયા હોવાથી અહીં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે સીધો જંગ થશે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે તમે તમારા વ્યક્તિગત સંબંધને મજબૂત કરવામાં વધારે ધ્યાન આપશો. સાથે જ તમારા વ્યક્તિત્વ અને વ્યવહારમાં થોડું પરિવર્તન લાવવા માટે સમાજસેવી સંસ્થાઓ સાથે જોડાવવું અને સેવા કાર્ય કરવું ખૂબ જ યોગ...

  વધુ વાંચો