તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિવાદ:ગેસોલીન ભરેલું ત્રીજું શીપ પણ કંડલામાં આવ્યાની વકી

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 2 જહાજની ઘટના બાદ ત્રીજા વેસલનો વિવાદ
  • દાણચોરીના ષડયંત્રમાં મોટું રેકેટ હોવાની સંભાવના

બેઝ ઓઈલના નામે ડીઝલ ઇમ્પૉર્ટ કરવાનું સતત પ્રકાશમાં આવી રહેલું સ્મગલિંગ રેકેટ પર હજી સુધી કસ્ટમ, કે તેની લેબોરેટરી દ્વારા સીધી રીતે તવાઈ કરાઈ હોવાનું પ્રકાશમાં આવતું નથી ત્યારે કંડલામાં ગેસોલીનના બે જહાજોની ચર્ચા વચ્ચે ત્રીજુ જહાજ પણ આવીને રિ એક્સપોર્ટ કરાયાની બાબત પ્રકાશમાં આવતા એજન્સીઓ સતર્ક થઈ હતી.

કંડલામાં આ વર્ષેની શરૂઆતે જ્યારે દેશ કોરોના મહામારીનો સામનો કરી રહ્યું હતું ત્યારે દાણચોરો ક્રૂડ ઓઈલની સ્મગલીંગના પ્રયાસો કરી રહ્યા હતા. જેમાંથી એક પ્રયાસને ડીઆરઆઈએ નાકામ કરી દીધો હતો તો બીજા પ્રયાસને કસ્ટમે ઝડપી પાડ્યો હતો, તેમાં ઉચિત કાર્યવાહી ના થઈ હોવાનો સુર ઉઠતા કંડલા લેબોરેટરી સાથે કંડલા કસ્ટમની ભુમિકા પર ફરી પ્રશ્નો ઉભા થયા હતા.

આ તમામ વચ્ચે બહાર આવતી માહિતી અનુસાર ત્રીજુ જહાજ પણ કંડલામાં આવ્યું હોવાનું આંતરિક આધારભુત સુત્રોએ જણાવ્યું હતું, જેને રી એક્સપોર્ટ પણ કરી દેવાયું હોવાનું બહાર આવી રહ્યું છે. આ અંગે કંડલા કસ્ટમના જનસંપર્ક અધીકારીએ રિ એક્સપોર્ટનું પ્રાવધાન હોવાનો હવાલો આપીને તે અનુસારજ કાર્યવાહી થઈ હોવાનું જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...