અકસ્માત:23.12 લાખનું સોયાબીન ઓઇલ ભરેલું ટેન્કર ખાડાને કારણે પલટ્યું

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર
  • ગાંધીધામ-કંડલા વચ્ચે પડેલા ભુવા કોઇનો ભોગ ન લે !
  • ટ્રાન્સપોર્ટરે ફરિયાદમાં જણાવ્યું ખાડો આવતાં બ્રેક માર્યો તેમાં કાબુ ગુમાવ્યો

ગાંધીધામ-કંડલા વચ્ચે રસ્તામાં પડી ગયેલા મોટા ખાડાને કારણે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં રૂ.23.12 લાખનું સોયાબીન તેલ ભરેલું ટેન્કર પલટી મારી જતાં મોટું નુકશાન પહોંચ્યું હોવાની ફરિયાદ ટ્રાન્સપોર્ટરે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી હતી. ગાંધીધામના વોર્ડ નંબર-7 ગુરૂકુળ વિસ્તારમાં રહેતા પાર્થ લોજિસ્ટિકનાા નામે ટ્રાન્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલા પાર્થ જગદિશભાઇ બોરીચાએ ફરિયાદમાં જણાવ્યું હતું કે, તેમના 16 ટેન્કર રૂચી સોયા અને ભારત ફૂડ કંપનીમાં ચાલે છે. ગત સવારે તેમના એક ચાલક રામુસિંગ શ્રીહરિવિલાસ ચૌધરી કંડલામાં આવેલી ન્યૂ પાર્કર એગ્રો કેમમાંથી સોયા ઓઇલ ભરવા ગયો હતો.

23 ટન અને 910 કિલોગ્રામ સોયાબીન ઓઇલ ભરી તે ગાંધીધામ તરફ આવી રહ્યો હતો ત્યારે આઇઓસીએલ કંપનીના પીલ્લર નંબર 361 પાસે ખાડો આવી જતાં રામુસિંગે બ્રેક માર્યો હતો પરંતુ તેમાં તેણે સ્ટિયરિંગ ઉપરનો કાબુ ગુમાવતાં ટેન્કર પલટી ગયું હતું. ટેન્કર પલટતાં રૂ.23,12,454 ની કિંમતનું 17 ટન 850 કિલોગ્રામ સોયાબીન ઓઇલ ડોળાઇ જતાં મોટું નુકશાન પહોંચ્યું હતું. આ ઘટનામાં ઓઇલ ઢોળાયું પણ આ હાઇવે પર પડેલા મોટા મોટા ભુવા કોઇનો જીવ લે તે પહેલાં તંત્ર જાગે તો સારૂં છે.

ટ્રાન્સપોર્ટરોને થઇ રહ્યું છે નુકસાન
ગાંધીધામ કંડલા વચ્ચે મોટા મોટા ખાડાઓને કારણે રોડ ખસ્તા થયો છે અને આ હાલત છેલ્લા ઘણા સમયથી છે. જેના કારણે ગાડીઓના મેન્ટેનેન્સના ખર્ચ, ઇંધણનો વધુ વપરાશ જેવા અનેક વધારાના ખર્ચા સહન કરી રહ્યા છે. આ બાબતે અનેક રજુઆતો કરાઇ છેુ પરંતુ જે તે તંત્રના પેટનું પાણી પણ હલતું નથી, જો આ ખાડાઓને કારણે કોઇ જીવલેણ અકસ્માત સર્જાશે તો જવાબદાર કોણ ?

અન્ય સમાચારો પણ છે...