કંડલા નજીક બનેલી ઘટના:સીપીયુ પ્રવાહી ભરેલું ટેન્કર સળગ્યું, 4 લાખનું નુકશાન થયું હોવાનું જણાવાયું

ગાંધીધામ16 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • શોર્ટસર્કીટના પગલે વાહનમાં લાગેલી આગ ઓલવવા ફાયર બ્રિગેડનો કાફલો દોડી ગયો

કંડલા નજીક ફસવાઇ કંપની સામે સીપીયુ પ્રવાહી ભરેલા ચાલતા ટેન્કરમાં અચાનક આગ ભભૂકી ઉઠી હતી. ચાલક કૂદી જતાં મોટી દૂર્ઘટના ટળી હતી પણ રૂ.4 લાખનું નુકશાન પહોંચ્યું હોવાની જાણવાજોગ ટ્રાન્સપોર્ટના સુપરવાઇઝરે કંડલા મરિન પોલીસ મથકે નોંધાવી છે. નાની ચીરઇ જશોદાધામ રહેતા અને ભીમાસરના મુરલીધર ટ્રાન્સપોર્ટમાં સુપરવાઇઝર તરીકે ફરજ બજાવતા શંભુભાઇ શામજીભાઇ ચાવડાએ જાણવા જોગમાં જણાવ્યા મુજબ, ગત બપોરે 3 વાગ્યે કંડલા સ્થિત બ્રીજ ટર્મિનલ ખાતે તેમના ટ્રાન્સપોર્ટનું ટેન્કમાં સીપીયુ પ્રવાહી લોડ કરાવ્યું હતું.

ત્યારબાદ આ ટેન્કરના ચાલક બીલ મળ્યા બાદ વીભાભાઇ વીરમભાઇ રબારી આ સીપીયુ પ્રવાહી ભીમાસર પાસે આવેલી કોફ્કો ઇન્ટરનેશનલ ઇન્ડીયા પ્રા.લી. માં ખાલી કરવા રવાના થતા હતા અને તેઓ બ્રીજ ટર્મીનલ રોકાયા હતા. ટેન્કર ચાલક કંડલા નજીક આવેલી ફસવાઇ કંપની આગળ પહોંચ્યા ત્યારે એન્જિનના વાયરમાં શોર્ટ સર્કિટને કારણે અચાનક ચાલુ ટેન્કરે આગ ભભૂકી ઉઠી હતી. તે રોડ પરહાજર અન્ય ગાડીઓમાંથી ફાયર બોટલ વડે આગ કાબુમાં લેવાનો પ્રયત્ન ચાલક વીભાભાઇએ કર્યો હતો.

આ વાતની જાણ વીભાભાઇએ તેમને કરતાં કંડલા ફાયર બ્રિગેડને જાણ કરતાં તાત્કાલિક ફાયર ટીમે પહોંચી આગ કાબુમાં લીધી હતી. ચાલક કૂદી જતાં દૂર્ઘટના ટળી હતી પણ આગળનો એન્જિન સહિતનો ભાગ ખાક થતાં રૂ.4,00,000 નું નુકશાન પહોંચ્યું હોવાનું તેમણે કંડલા મરિન પોલીસને જણાવ્યું હતું.

સદ્દભાગ્યે આગ ટેન્ક સુધી ન પહોંચી
કંડલા નજીક ફસવાઇ કંપની સામે સીપીયુ પ્રવાહી લઇને જતા ટેન્કરમાં શોર્ટ સર્કીટને કારણે અચાનક ચાલુ ગાડીએ આગ ભભૂકી ઉઠી હતી. સદ્દભાગ્યે ચાલક કૂદીજતાં જાનહાની ટળી હતી તો સમયસર આગ કાબૂમાં લઇ લેવાતાં માત્ર આગળના ભાગેજ નુકશાન પહોંચ્યું હતું. સદ્દભાગ્યે ટેન્ક બચી જતાં રૂ.34,82,086 ના સીપીયુ પ્રવાહીને કોઇ નુકશાન પહોંચ્યું ન હતું.

અન્ય સમાચારો પણ છે...