તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

લાપરવાહી:નંબર પ્લેટ વગર શહેરમાં ફરતા વાહનોની સંખ્યામાં એકાએક વધારો

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • કાયદાના રખેવાળોને પડકાર આપતા આવારા તત્વો
 • ધારાશાસ્ત્રીએ ધ્યાન દોર્યું તોય કાર્યવાહી ન થતી હોવાની રાવ

ભાસ્કર ન્યૂઝ | ગાંધીધામ ગાંધીધામ, આદિપુર વિસ્તારમાં ગત થોડા મહિનાઓથી નંબર પ્લેટ વગરની ફરતી કારોની સંખ્યામાં નોંધપાત્ર રીતે વધારો થયો છે. જાગૃત નાગરિકોનું કહેવું હતું કે શહેરમાં ફરતા વાહનોની સરેરાશ ચેકિંગ કરાય તો દર દસ પંદરમાંથી એક વાહનમાં નંબર પ્લેટ ન હોવાની કે નિયમ વિરુદ્ધ કાળા કાચ હોવાનું સામે આવે તેવો તાલ સર્જાયો છે. આ અંગે ધારાશાસ્ત્રી તોલાણીએ ઓનલાઈન અરજી પણ કરી હતી. તેમણે જણાવ્યું હતું કે શહેરમાં આ પ્રકારના વાહનોનું વધી જવું સમાજ વ્યવસ્થા માટે ચીંતાજનક પરિસ્થિતિ પેદા કરી શકે છે. નોંધવુ રહ્યુ કે ગત થોડા સમયથી એ પ્રકારના વાહનોનું પ્રમાણ પણ વધવા પામ્યું છે કે જેમા નંબર પ્લેટ પણ ન હોય અને તમામ તરફે કાળા કાંચ લાગેલા હોય. તાજેતરમાં ઓસ્લો પાસે નંબર પ્લેટ વગરની કારમાં આવેલા આવારા તત્વોએ દેકારો મચાવ્યાની ઘટના બની હતી, જે અંગે કોઇ ફરિયાદ કરવા આગળ ન આવતા બાબત ચોપડે ચડી નહતી. નાના વેપારીઓને દબાવવાના પ્રયાસો પણ આ તત્વો દ્વારા કરાતા હોવાની રાવ સતત ઉઠી રહી છે ત્યારે કાયદાના રખેવાળોને અપાતા આ પડકાર અંગે સત્વરે કાર્યવાહી થાય તે જરુરી છે. નોંધવુ રહ્યુ કે આ સાથે વિવિધ પ્રકારના પાટીયા લગાવીને ટ્રાફિક નિયમોની અવમાનના કરવાના વીઆઈપી કલ્ચરની પ્રથા પણ તાજેતરમાં વધવા પામી હોવાની ફરિયાદો ઉઠી છે, જે અંગે તપાસ થવી જોઇએ તેવો સુર પ્રબળ બન્યો છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- તમે તમારા કામને નવું સ્વરૂપ આપવા માટે વધારે રચનાત્મક રીત અપનાવશો. આ સમયે શારીરિ રૂપથી પણ તમે પોતાને સ્વસ્થ અનુભવ કરશો. તમારા પ્રિયજનોની મુશ્કેલ સમયમાં તેમની મદદ કરવી તમને સુખ આપશે. નેગેટિ...

  વધુ વાંચો