તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

અકસ્માત:લાકડિયા નજીક રોંગ સાઇડમાં પુરઝડપે આવતા ટ્રેઇલરે બાઇક સવારનો ભોગ લીધો

ગાંધીધામ8 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • કચ્છમાં માર્ગ અકસ્માતની ઘટનામાં બે માનવ જિંદગી મોતના ખપ્પરમાં હોમાઇ
  • રવાપર પાસે ટ્રકને ઓવરટેકની લ્હાયમાં જીપની અડફેટે બાઇક ચાલકનું મોત

સામખિયાળી-રાધનપુર હાઇવે પર લાકડિયા પાસે પંક્ચર હોતાં બાઇક દોરીને લઇ જતા યુવાનને રોંગ સાઇડમાં ધસમસતા આવેલા ટ્રેઇલર ચાલકે અડફેટે લેતાં તેનું મોત નિપજ્યું હોવાની, તો રવાપર ઘડાની પાસે ઓવરટેકની લાહ્યમાં જીપમાં ટકરાયેલા બાઇક ચાલકે જીવ ગુમાવ્યો હોવાની બે જીવલેણ ઘટના પ્રકાશમાં આવી છે.

લાકડિયાના વાણીયાવાસમાં રહેતા 65 વર્ષીય ખેડૂત કરશનભાઇ મલુભાઇ સોલંકીએ નોંધાવેલી ફરિયાદને ટાંકી લાકડિયા પોલીસે વિગતો આપી હતી કે, તેમના નાના ભાઇ વીરાભાઇના બાઇકમાં પંક્ચર પડ્યું હોવાને કારણે ગત સવારે તેઓ બાઇક પગે ચાલીને દોરી જતા હતા. તેઓ જ્યારે સીએચસી હોસ્પિટલવાળા ફાટકથી આગળ સામખિયાળી-રાધનપુર હાઇવે પર પહોંચ્યા ત્યારે રાધનપુર તરફથી રોંગ સાઇડમાં પૂરપાટ ધસી આવેલા ટ્રેઇલર ચાલકે તેમને અડફેટે લેતાં ગંભીર ઇજાઓ પહોંચતાં તેમનું મોત નિપજ્યું હતું. અકસ્માત સર્જનાર ટ્રેઇલર ચાલક ગાડી મુકી નાસી ગયો હતો. તેના વિરૂધ્ધ મૃતકના ભાઇએ નોંધાવેલી ફરિયાદના આધારે લાકડિયા પોલીસે ટ્રેઇલર ચાલક સામે ગુનો નોંધી પીએસઆઇ વી.એલ.પરમારે વધુ તપાસ હાથ ધરી છે. હાલ આ ઘટનાથી પરિવારમાં માતમ છવાયો હતો. નખત્રાણા તાલુકાના રવાપર અને ઘડાણ ગામ વચ્ચે મંગળવારે સર્જાયેલા અકસ્માતના બનાવમાં ટ્રકને ઓરટેક કરવાની લાયમાં જીપની અડફેટે આવી જતાં રવાપર ગામના બાઇક ચાલક યુવાનનું ગંભીર ઇજાઓને કારણે તેનું સારવાર દરમિયાન મોત નિપજ્યું હતું.

બનાવને પગલે પરિવારજનોમાં માતમ છવાઇ ગયો હતો.તો રવાપર ગામે રહેતો સીકંદર સુલેમાન નોતિયાર પોતાની મોટર સાયકલ લઇને ઘડાણીથી રવાપર જઇ રહયો હતો ત્યારે ટ્રકને ઓવર ટેક કરવા જતાં બોલેરો જીપની અડફેટે આવી ગયો હતો. જેને કારણે બાઇક પરથી રોડ પર ફંગોળાતાં તેને માથા અને હાથ પગ તેમજ પેટના ભાગે ગંભીર ઇજાઓ પહોંચી હતી. પ્રથમ સારવાર માટે રવાપર લઇ ગયા બાદ વધુ સારવાર માટે ભુજ ખસેડાતાં જ્યાં સારવાર દરમિયાન મોડી રાત્રે સાડા બાર વાગ્યાના અરસામાં અંતિમ શ્વાસ લીધો હતો. નખત્રાણા પોલીસે હતભાગીના કાકા ઇબ્રાહિમ હબીબ નોતિયાર રહે ઘડાણીની ફરિયાદ પરથી અજાણ્યા વાહન ચાલક વિરૂધ ગુનો નોંધીને આગળની તપાસ હાથ ધરી છે

અન્ય સમાચારો પણ છે...