તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

ક્રાઇમ:સયાજીનગરીમાં નિદ્રાધિન મહિલાનું પર્સ ચોરી જવાયું

ગાંધીધામ5 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • ટ્રેન શરૂ થઇને તસ્કરોનો ધંધો ચાલુ થયો
 • મોબાઇલ, સંતાનની દવા, 7 હજાર રોકડ ગઇ

કોરોના મહામારીને કારણે લોકડાઉન લાદવામાં આવ્યા બાદ અંદાજે 7 મહીના પછી કચ્છમાં ટ્રેનો ચાલુ તો થઇ પણ જાણે તસ્કરોનો પણ ધંધો શરૂ થયો હોય તેમ ગત રાત્રે સયાજીનગરી એક્સપ્રેસ ટ્રેનમાં નિદ્રાધિન મહિલાનું રૂ.14 હજારની માલમત્તા સાથેનું પર્સ કોઇ ઇસમ ચોરી કરી ગયાની ફરિયાદ રેલ્વે પોલીસ મથકે નોંધાઇ છે.

મુંબઇના મુલુંડ વેસ્ટમાં રહેતા 37 વર્ષીય અંકિતાબેન વિમલભાઇ ગોસર ગત તા.11/11 ના બપોરે પરિવાર સાથે સયાજીનગરી ટ્રેનમાં દાદરથી ભુજ આવવા રવાના થયા હતા. તેમના પરિવારની 10 બેગ રિઝર્વેશન સીટ નીચે રાખી હતી અને વડોદરામાં જમવાનું પતાવી સૂઇ ગયા હતા જેમાં તેમણે પોતાનું પર્સ પગના ભાગે સીટ બાજુ રાખ્યું હતું. તા.12/11 ના વહેલી પરોઢે તેમની ઉંઘ ઉડતાં તેમને પોતાનું પર્સ જોવા ન મળતાં આસપાસ શોધ્યુ઼ અન્ય પેસેન્જરને પુછપરછ કરી પરંતુ ન મળતાં કોઇ ચોરી કરી ગયું હોવાનો ખ્યાલ આવ્યો હતો અને તેમણે ગાંધીધામ રેલ્વે પોલીસ મથકે તેઓ ભર નિદ્રામાં હતા તેનો લાભ લઇ કોઇ ઇસમ તેમનું લેડિઝ પર્સ ચોર્યાની ફરિયાદ નોંધાવી હતી. પર્સમાં રૂ.7,000 ની કિંમતનો મોબાઇલ, રૂ.7,000 રોકડ અને તેમના પુત્રની દવાઓ હોવાનું જણાવ્યું છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજે આસપાસનું વાતાવરણ સુખદ જળવાયેલું રહેશે. પ્રિયજનો સાથે બેસીને તમે તમારા અનુભવ વ્યક્ત કરશો. કોઇપણ કાર્ય કરતા પહેલાં તેની રૂપરેખાથી સારું પરિણામ પ્રાપ્ત થશે. નેગેટિવઃ- આ વાતનું પણ ધ્યાન ર...

  વધુ વાંચો