તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

સમસ્યા:રોડનું લેવલ ઉંચુ થતાં ડિવાઇડરની ઉંચાઇ લંબાવવી પડે તેવી ઉભી થયેલી સ્થિતિ

ગાંધીધામ4 મહિનો પહેલા
 • કૉપી લિંક
 • રેડક્રોસથી લીલાશાહ તરફના રસ્તા પર થયેલું રોડનું કામ
 • રોડ અને ડિવાઇડર સમાન થતાં અકસ્માતની સંભાવ

ગાંધીધામ નગરપાલિકા દ્વારા કરવામાં આવી રહેલા કામોમાં રેડક્રોસથી લીલાશાહ તરફના રસ્તા પર અને લીલાશાહનગરની વોર્ડ ઓફિસની સામેની સાઇડ રોડનું લેવલ ડિવાઇડરની સમકક્ષ થઇ જતાં ડિવાઇડરની ઉંચાઇ વધારવી પડે તેવી સ્થિતિ જણાઇ રહી છે. આ સ્થળે ચોમાસામાં પાણીનો પણ ભરાવો થતો હોવાથી પરીસ્થિતિ વિકટ બને તેવી શક્યતા છે. વળી, ડિવાઇડર ઉંચા લેવામાં ન આવે તો અકસ્માતની સંભાવના પણ જાણકાર વ્યક્ત કરી રહ્યા છે. નગરપાલિકા દ્વારા શરૂ કરવામાં આવેલી રસ્તાની મરંમતની કામગીરીમાં કેટલાક સ્થળો પર ભૌતિક બાબતોનું ધ્યાન રાખવામાં આવ્યું હોય તેવું જણાતું ન હોવાની ફરિયાદ ઉઠી રહી છે.

લીલાશાહ વોર્ડ ઓફિસ સામે અને નળ નારાયણેશ્વર મંદિરની પાછળની સાઇડના રોડ પર ચોમાસામાં પાણી ભરાઇ રહે છે તેનો નિકાલ કરવો મુશ્કેલ બનતો હોય છે. હવે રોડનું લેવલ પણ ડિવાઇડરથી લગોલગ થતાં પાણીના નિકાલની વ્યવસ્થાનો પ્રશ્ન તો ઉદ્દભવે તેમ છે પરંતુ સાથે સાથે અકસ્માતની સંભાવના પણ નકારી શકાય તેમ નથી. ઉલ્લેખનીય છે કે, નગરપાલિકા દ્વારા કરવામાં આવતા કામોમાં નવા બનેલા રસ્તા તોડીને નવા બનાવવા પણ પગલા ભરાતા હોવાનો કચવાટ ઉઠે છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- વ્યક્તિગત તથા પારિવારિક ગતિવિધિઓમાં તમારી વ્યસ્તતા રહેશે. કોઇ પ્રિય વ્યક્તિની મદદથી તમારું અટવાયેલું કામ પણ પૂર્ણ થઇ શકે છે. બાળકોની શિક્ષા અને કરિયરને લગતા મહત્ત્વપૂર્ણ કાર્ય પણ પૂર્ણ થઇ શક...

  વધુ વાંચો