તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:વિજપાસરના શખ્સે વીમા માટે ડમ્પર ચોરીનું તરકટ રચ્યું

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 10 લાખના ડમ્પરની તસ્કરી માટે લાકડિયા પીઆઇએ ખુદ ફરિયાદી બની ત્રણ વિરૂધ્ધ ગુનો નોંધ્યો

ભચાઉ તાલુકાના વિજપાસરના શખ્સે વીમા માટે રૂ.10 લાખના ડમ્પરની ચોરીનું તરકટ રચ્યું હોવાનું બહાર આવતાં લાકડિયાના ઇન્ચાર્જ પીઆઇએ ખોટી ફરિયાદ નોંધાવી વીમા કંપની સાથે ઠગાઇ કરનાર ત્રણ વિરૂધ્ધ જાતે ફરિયાદી બની ગુનો દાખલ કર્યો હતો.

લાકડિયા ઇન્ચાર્જ પીઆઇ વિજયસિંહ લક્ષ્મણસિંહ પરમારે જણાવ્યું હતું કે, વિજપાસરના રણજિતસિંહ મોકાજી જાડેજાએ તેમના ભાઇ વિક્રમસિંહ મોકાજી જાડેજાના નામે લીધેલું રૂ.10 લાખનું ડમ્પર લાકડિયા સરકારી સ્કુલ પાસે ખરાબ થતાં તેમના ચાલક હેતુભા અમરસંગ જાડેજાએ પાર્ક કર્યું હતું જે તા.27/6 ના રાત્રી દરમિયાન ચોરી થયું છે. પરંતુ ત્યારબાદ આ ઘટનાની તપાસ અને પુછપરછમાં વીમો પકાવવા આ તરકટ રચી ચોરીની ખોટી ફરિયાદ નોંધાવી હોવાનું અને ન્યૂ ઇન્ડીયા ઇન્શ્યોરન્સ વીમા કંપની સાથે ઠગાઇ કર્યું હોવાનું બહાર આવતાં રણજિતસિંહ મોકાજી જાડેજા, વિક્રમસિંહ મોકાજી જાડેજા અને તેને સલાહ આપનાર આધોઇના પ્રવિણ ભરવાડ વિરૂધ્ધ તેમણે જાતે ફરિયાદી બની ગુનો નોંધ્યો હતો.

જે ચાલકનું નામ જણાવ્યું તેણે સાચી હકિકત કહેતાં ભાંડો ફૂટ્યો
વિજપાસરના રણજિતસિંહ જાડેજાએ ફરિયાદમાં ચાલક હેતુભા અમરસંગ જાડેજાનું નામ જણાવ્યા બાદ પોલીસે તેની પુછપરછ કરતાં તેણે સાચી વાત કરી હતી કે, જે દિવસે ઘટના બની તે દિવસે આખો દિવસ આધોઇ અને ભચાઉ ખાતે હતો ત્યારબાદ રાત્રે વિજપાસર અને તા.29/6 ના રોજ તેઓ જુનાગઢ મઢડા નિકળી ગયા હતા જ્યાં રણજિતસિંહનો ફોન આવ્યો હતો અને ડ્રાઇવિંગ લાયસન્સ વીમાના કામ માટે જોઇતું હોવાનું જણાવ્યું હતું. તેણે વિશ્વાસમાં લઇ વોટ્સેએપમાં કોપી મગાવી લીધી હતી જેમાં તેમને ખબર પડતાં ખોટું બોલીને કેમ લીધું તેમ પણ જણાવ્યુ઼ હતું પણ ત્યારે તને કંઇ નહીં થવા દઇએ કહી દિલાસો આપ્યો હતો અને આમ ચાલકે સચ્ચાઇ કહી દેતાં ભાંડો ફૂટ્યો હતો.

આ રીતે વીમા માટેનું તરકટ રચાયું
ભાંડો ફૂટી ગયા બાદ તૂટી પડેલા રણજિતસિંહ જાડેજાએ કઇ રીતે તરકટ રચાયુ઼ તેની સઘળી વિગતો જણાવી હતી જેમાં તેમણે દોઢ વર્ષ પહેલાં ઇશ્વરભાઇ રબારી પાસેથી ભાઇ વિક્રમસિંહના નામે ડમ્પર ખરીદી તેના ઉપર લોન લીધી હતી. હપ્તા ન ભરાતાં આ ડમ્પર તેમણે આધોઇના પ્રવિણ ભરવાડને લોન ભરપાઇ કરવાની શરતે વેંચ્યું હતું. જેમાં તેણે રૂ.70,000 તેમને આપ્યા પરંતુ લોન ન ભરતાં તેમણે ડમ્પર પરત માગ્યું હતું જેમાં પ્રવિણે મોરબી આપી દીધું હોવાનું જણાવતાં મોરબીના રાજભા વાઘેલા પાસે ગયા તો તેણે રાજકોટ ડમ્પર ભંગારમાં કપાવી નાખ્યું હતું પરંતુ પ્રવિણે વીમો મળી જશે કહી સલાહ આપતાં વીમો પકવવા આ તરકટ રચ્યું હોવાની કબૂલાત તેમણે આપી હતી.

અન્ય સમાચારો પણ છે...