તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાયમી પાબંધી:ગેડીના મંદિરે સતના પારખા ઉપર કાયમી પાબંધીના બોર્ડ લાગ્યા

ગાંધીધામએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બે દિવસ પહેલાં પીયરિયાના હાથ ઉકળતા તેલમાં નખાવી પારખા કરાયા હતા
  • ભારત જન વિજ્ઞાન જાથાએ ગ્રામજનોને શપથ લેવડાવ્યા

રાપર તાલુકાના ગેડી ખાતે બે દિવસ પહેલાં સાસરી પક્ષે પીયર પક્ષના સતના પારખા કરવા છ પરિવારજનોના હાથ ઉકળતા તેલમાં નખાવ્યા હોવાની આજના યુગની શરમજનક ઘટના બાદ ભારત જન વિજ્ઞાન જાથની ટીમ ગેડી પહોંચી હતી અને લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર આવવા સમજાવી જે મંદિરે આ ઘટના બની હતી તે મંદિર ઉપર સતના પારખા લેવા ઉપર કાયમી પાબંધીના બોર્ડ લગાવી લોકોને શપથ લેવડાવ્યા હતા.

ભારત જન વિજ્ઞાન જાથાના જયંત પંડ્યા ટીમ સાથે ગેડી પહોંચ્યા હતા અને લોકોને અંધશ્રધ્ધામાંથી બહાર નિકળવા અપીલ કરી હતી. ગેડીના સરપંચ અને ઉપ સરપંચે વિજ્ઞાન જાથાની આ ચળવળને ટેકો આપી ભવિષ્યમાં ગામને નીચું જોવાપણું થાય તેવા કાર્યો નહીં થવા દેવાની ખાતરી આપી અંધશ્રધ્ધા વિરોધી સૂત્રોચ્ચાર કરી મેલડી માતાના મંદિર પર સતના પારખા ઉપર કાયમી પ્રતિબંધનો બોર્ડ લગાવ્યો હતો. ઇસાર સંસ્થાના સેજલબેન જોષીએ બહેનોને જરૂર પડે ત્યારે તેમની સંસ્થા તેમની પડખે ઉભી રહેશે તેવી ખાતરી આપી હતી. મોટી સંખ્યામાં ઉપસ્થિત ગેડી ગામના લોકોએ પણ આવી ઘટનાઓ ગામમાં નહીં બને તેવી ખાતરી આપી હતી.

અન્ય સમાચારો પણ છે...