કામગીરી:આદિપુરમાં ગંદકી મુદે એસડીએમ સમક્ષ મામલો પહોંચ્યા બાદ નવી ગટર લાઇન નખાઈ

ગાંધીધામ2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગંદકીના પગલે નાગરિકો દ્વારા ડેન્ગ્યુ સહિતના મુદ્દે ફરિયાદ કરવામાં આવી હતી

આદિપુર પોલીસ સ્ટેશન પાસેના વરસાદી નાળામાં દૂષિત પાણીના પગલે આ વિસ્તારમાં રહેતા બે નાગરિકો દ્વારા બીમારી સંદર્ભે પાલિકા અને જવાબદાર ગણાવીને એસડીએમની કોર્ટમાં ફરિયાદ કરી હતી. ફરિયાદ બાદ પાલિકાના ચીફ ઓફિસરને હાજર થવા હુકમ કરવામાં આવ્યો હતો અને તાકીદે પાણીનો નિકાલ થાય તે માટે પગલાં ભરવા સૂચના આપવામાં આવી હતી. આ સૂચના પછી નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરીને ગટરની એક લાઇન લીકેજ હતી તેની મરંમત કરવામાં આવી અને તૂટી ગયેલી લાઈનમાં નવો પાઈપ નાખી કાર્યવાહી કરવામાં આવી હતી.

આદિપુર પોલીસ સ્ટેશન પાસે વરસાદી નાળામાં દૂષિત પાણી ભરાતા ગંદકીના પગલે આ વિસ્તારમાં રહેતા નાગરિકો બીમારીની ચપેટમાં આવી ગયા હતા. જેને કારણે નાગરિકો દ્વારા એસડીએમની કોર્ટમાં દાદ માગી પાલિકા સામે કાર્યવાહી કરવા જણાવ્યું હતું. આ બાબતે પાલિકાને આપવામાં આવેલી સુચનાને પગલે આજે કાર્યવાહી હાથ ધરીને પાણીના નિકાલ માટે સર્વે હાથ કરીને એક લાઇન લીકેજ હતી તે દૂર કરીને તૂટી ગયેલી અન્ય પાણીને ગટરની લાઈન નો પાઇપ બદલાવી રિપોર્ટ કરવામાં આવ્યો હોવાના સંકેત મળી રહ્યા છે.

મેઘપર બોરીચીની કેટલીક સોસાયટીના દૂષિત પાણી આવતા હોવાની બૂમરાડ
જાણકાર વર્તુળોના જણાવ્યા મુજબ આ દુષિત પાણી મેઘપર બોરીચીની કેટલીક સોસાયટીઓમાંથી આવે છે છે. ગટર લાઈન ન હોવાથી ખાળકુવા બનાવવામાં આવ્યા છે જે ભરાયા પછી પાણી છોડી દેવામાં આવે છે જે પાણી આનામાં આવતો હોવાનું અનુમાન રાખવામાં આવેલું છે અને આ બાબતે પાલિકાએ સંબંધિત તંત્ર ધ્યાન દોરીને આ તૂટી ને કારણે પાલિકાને લેવામાં ન આવે તેવું જણાવ્યું હોવાનું પણ સંકેત મળી રહ્યા છે.

અન્ય સમાચારો પણ છે...