તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

Install App
 • Gujarati News
 • Local
 • Gujarat
 • Bhuj
 • Gandhidham
 • A Neighbor In Bhuj's Laltekari Stole 90 Clothes Worth Rs 30,000 In The Last 7 Months; The Neighbor Reported The Crime Against The ‘first Relative Neighbor’

Adsથી પરેશાન છો? Ads વગર સમાચાર વાંચવા ઈન્સ્ટોલ કરો દિવ્ય ભાસ્કર એપ

કપડાંચોર ‘પાડોશી’:ભૂજની લાલટેકરીમાં પાડોશીએ છેલ્લા 7 મહિનામાં 30 હજારના 90 કપડાં ચોર્યા; પાડોશીએ ‘પહેલા સગા પાડોશી’ વિરુદ્ધ ગુનો નોંધાવ્યો

ગાંધીધામ7 દિવસ પહેલા
 • કૉપી લિંક
ફાઇલ તસવીર - Divya Bhaskar
ફાઇલ તસવીર

ભુજના લાલટેકરી વિસ્તારમાં રહેતા અનાજના વેપારીએ તેમના પડોશીએ છેલ્લા છ-સાત મહિનામાં અંદાજિત રૂ.30 હજારની કિંમતના કપડા ચોરી કર્યા હોવાની ફરિયાદ બી-ડિવિઝન પોલીસ મથકે નોંધાવી છે. લાલ ટેકરી વિસ્તારમાં આવેલા ક્લાસિક કોમ્પલેક્સમાં રહેતા અનાજના વેપારી 55 વર્ષીય કિરીટભાઇ કેશવલાલ શાહે ફરિયાદ નોંધાવી છે કે, તેમની બિલ્ડિંગમાં છેલ્લા છ સાત મહિનાથી અવાર નવાર કપડાની ચોરીઓ થતી હતી. જેમાં તેમના ઘરે ધોઇને સૂકાવવવા રાખેલા કપડા રાત્રીના સમયે ચોરાઇ જતા, તેમણે આરોપીને ઝડપી લેવા ઘરની બહાર છુપી રીતે સીસી ટીવી કેમેરા ગોઠવ્યા હતા.

અંદાજે 90 કપડાંની ચોરી કરી
છેલ્લે તા.22 જાન્યુઆરી 2021 ના રાત્રે 11:40 તથા તા.23 જાન્યુઆરી 2021 ના પરોઢે 5:51 ના અરસામાં કપડાની ચોરી થઇ હતી જેના સીસી ટીવી ફૂટેજ ચેક કરતાં આ કપડાની ચોરી કરનાર તેમના પડોશી વિશાલ ઝવેરી હોવાનું જણાઇ આવ્યું હતું. આ જાણ થતાં જ તેમણે વિશાલ ઝવેરીએ છેલ્લા છ થી સાત મહિનામાં તેમના રૂ.30,000 ની કિંમતના અંદાજે 90 કપડાની ચોરી કરી હોવાની ફરિયાદ નોંધાવી છે. તેમણે ફરિયાદમાં એમ પણ જણાવ્યું હતું કે આ બાબતે જાણ થયા બાદ પ્રથમ આ કપડાના બિલ ન મળતાં અને આ ચોરી કરનાર તેમના સમાજનો હોઇ સમાધાનની વાતો ચાલતી હતી પરંતુ તેણે કપડા પરત ન આપતાં આખરે આ ફરિયાદ મોડી તેમણે નોંધાવી હોવાનું જણાવ્યું હતું. પોલીસે કપડા ચોરી કરનાર વિરુધ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...

  આજનું રાશિફળ

  મેષ
  Rashi - મેષ|Aries - Divya Bhaskar
  મેષ|Aries

  પોઝિટિવઃ- આજનો દિવસ મિત્રો તથા પરિવારના લોકો સાથે મોજ-મસ્તીમાં પસાર થશે. સાથે જ લાભદાયક સંપર્ક પણ સ્થાપિત થશે. ઘરના રિનોવેશનને લગતી યોજના બનશે. તમે સંપૂર્ણ મનથી ઘરના બધા સભ્યોની જરૂરિયાતોને પૂર્ણ કરવા...

  વધુ વાંચો