તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

ગ્લોબલ સમસ્યા:અફઘાન-પાકિસ્તાનથી ડ્રગ્સને ભારતમાં સ્મગલ થતી રોકવા રાષ્ટ્રીય નીતિ આવશ્યક

ગાંધીધામ3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગાંધીધામથી પંજાબ ગયેલા 700 કિલો હેરોઈન ડ્રગ્સકાંડને પંજાબ સીએમએ યાદ કરાવ્યો
  • સરહદી રાજ્યો શરૂઆતે શુરા બન્યા પણ પછી સંકલનમાં ખાસ પ્રગતિ નહિ, ગ્લોબલ સમસ્યા હોવાથી સહુનું સંકલન જરૂરી

પાકિસ્તાનમાંથી ડ્રગ્સનો જથ્થો ભારતમાં ઘુસાડાવાના નાપાક પ્રયાસો છેલ્લા ત્રણેક વર્ષેમાં વધવા પામ્યા છે. તેમાંય કચ્છના રુટનો ઉપયોગ નોંધપાત્ર રીતે સામે આવતા સુરક્ષા એજન્સીઓનો કચ્છમાં જાપ્તો વધી રહ્યો છે. આ વચ્ચે ગત સપ્તાહે પંજાબના મુખ્યમંત્રીએ ડ્રગ્સને ગ્લોબલ સમસ્યા ગણાવીને ગાંધીધામથી ટ્રકમાં પંજાબ આવેલા 700કિલો હિરોઈન ડ્રગ્સની ઘટનાનો ઉલ્લેખ કરી ડ્રગ્સ અંગે રાષ્ટ્રીય સ્તરની પોલીસી બનવી જોઇએ તેમ જણાવ્યું હતું.

છેલ્લા બે વર્ષેથી કચ્છનો જખૌ પટ્ટો ડ્રગ્સના હેરફેરની પ્રવૃતિ માટે સતત ચર્ચામાં રહ્યો હતો. પાકિસ્તાનથી આવેલી અલ મદીના બોટમાં કરોડોની કિંમતનું હિરોઈન હોય અને હાથે ના ઝડપાયેલા ચરસનું કન્સાઈમેન્ટ. કરોડોની કિંમતનું ડ્રગ્સ વારંવાર પકડાવા છતાં કચ્છ અને ગુજરાતના દરીયાથી દેશમાં સ્મગલ કરવાના સતત થઈ રહેલા પ્રયાસોએ ના માત્ર ગુજરાત માટે પણ દેશના અન્ય ડ્રગ્સની સમસ્યાથી પીડીત રાજ્યો માટે માથાના દુખાવા સમાન બની છે.

ડ્રગ્સના યુવાનોમાં વધતા સેવન અંગે પંજાબની ચર્ચા ગત વર્ષોમાં ખુબ ચાલી તો ત્યારબાદ થયેલા સર્વેક્ષણોમાં ગુજરાત પણ તેમાં ઘણુ આગળ નિકળી ગયું હોવાનું સામે આવ્યું હતું. તેમાંય જો ગુજરાતનો કાંઠો અને જમીનનો ઉપયોગ સ્મગલીંગ અને ડ્રગ્સ માટે થાય તો મળવામાં સરળતાથી રાજ્યમાં આ બદી બદથી બદતર રીતે ફેલાઈ શકવાની દહેશત છે.

આ માટે હજી ચર્ચાનો દોર શરૂજ થયો છે ત્યારે પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરીંદર સિંઘએ શનિવારે પોતાની જુની માંગને દોહરાવતા કંડલા, ગાંધીધામથી પંજાબ ટ્રક વાટે આવેલા 700 કિલો હિરોઈનની ઘટનાનો ઉલ્લેખ કર્યો હતો. આ સાથે અફઘાનિસ્તાનથી વાયા પાકિસ્તાન હરીયાણા, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, દિલ્હી, નેપાલથી પંજાબમાં યુવાનોને ગેરમાર્ગે દોરવાના પાકિસ્તાનના ષડયંત્રના ભાગરુપે ડ્રગ્સનો જથ્થો મોકલાતો હોવાનું જણાવીને રાષ્ટ્રીય સ્તરની ડ્રગ્સ પોલીસી આજના સમય માટે આવશ્યક બની હોવાનું જણાવ્યું હતું.

કઈ રીતે કચ્છનો દરિયો બન્યો ડ્રગ્સનું ટ્રાન્ઝિટ પોઇન્ટ ? જાણો સંપુર્ણ ચિતાર
ભારતના પડોસી દેશ પાકિસ્તાન પોતાની જમીનથી આતંકી પ્રવૃતિને અંજામ આપઈને ભારતને પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે નુકસાન પહોંચાડવાની પ્રવૃતિઓ વર્ષોથી કરતું રહ્યું છે તે સરાજાહેર છે. તે સિવાય પણ પાકિસ્તાન અને અફઘાનિસ્તાનની બોર્ડર વિસ્તારમાં મોટા પાયે થતી કેફીન, હિરોઈન સહિતના માદક પદાર્થોની ખેતીની મોટી ખેપ અગાઉ માલ સામાનના પરિવહન, આયાત નિકાસમાં છુપાવીને થતી હતી. તો કેટલીક બોર્ડર સંપુર્ણ સીલ ના હોવાથી એકથી બીજા સ્થળે ડ્રગ્સનો જથ્થો ફેંકીને કે અન્ય રીતે મોકલાતો હતો.

પરંતુ ગત પાંચ વર્ષોમાં આવેલા બે મહત્વપુર્ણ પરિવર્તને આ તમામ માર્ગો પર બ્રેક મારી દીધી હતી. એક હતી ભારત પાકિસ્તાન વચ્ચે સબંધોમાં ઉરી હુમલા બાદ આવેલી ખટાસથી ટ્રેડ પર સંપુર્ણ પ્રતિબંધ. જેના કારણે ચોરી છુપીથી આવતો ડ્રગ્સનો સપ્લાયનો તે રસ્તો બંધ થયો, તો બીજુ પગલુ હતું બંન્ને દેશો વચ્ચેની સીમાને સંપુર્ણ રીતે ફેન્સીંગ લગાવવી. બોર્ડર સંપુર્ણ સીલ થતા તે માર્ગે પણ ચોરી છુપેથી થતું આદાન પ્રદાન બંધ થયું. જેના કારણે પાકિસ્તાનથી ભારતમાં સ્મગલ કરાતો અને ત્યારબાદ અહીથી આફ્રીકી સહિતના દેશોમાં સપ્લાય થતો ડ્રગ્સનો જથ્થો આવતો બંધ થયો.

જેથી નવા રુટ શોધવાની આવશ્યક્તા દાણચોરો અને દેશના અહિત ઈચ્છતા તત્વોને પડી, જેમના માટે એક માત્ર ઉપલબ્ધ માર્ગ જળમાર્ગ હતો. પાકિસ્તાન પાસે એકજ જળમાર્ગ છે, જે કચ્છ પાસેના કરાચી પોર્ટ સંલગ્ન છે. જેના કારણે કચ્છ પાસેથી માછીમારોની બોટમાં ડ્રગ્સનો જથ્થો નાખીને ગત ત્રણ વર્ષોમાં ચારથી વધુ વાર પ્રયાસ કરાયા છે. જેમાંથી બે થી વધુ વાર તો રંગે હાથ ઝડપાઈ પણ ગયા છે.

અન્ય સમાચારો પણ છે...