નગરપાલિકા દ્વારા શહેરમાં કચરાનો નિકાલ કરનારા આસામીઓ સામે દંડાત્મક કાર્યવાહીનું મન બનાવ્યું છે. ટાગોર રોડ પર રાખેલી વોચમાં અંતરજાળથી આવેલા એક વાહનમાંથી કચરાનો નિકાલ કરાતો હોવાનું જણાતા વાહન માલિકને 1000 નો દંડ ફટકારવામાં આવ્યો હતો. શહેરમાં સાફ-સફાઈ થાય તે માટે નગરપાલિકા દ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે.
બીજી તરફ કોઈને કોઈ કારણોસર લોકો સમય સમયે કચરો લેવા આવતા વાહનમાં કચરો નાખવાને બદલે ત્યારબાદ કચરાનો નિકાલ જાહેરમાં કરતા હોય છે. જાહેરમાં કચરો ફેંકવા બદલ નગરપાલિકા દ્વારા અગાઉ કેસ પણ કરવામાં આવી ચુક્યા છે. દરમિયાન હવે નગરપાલિકા શહેરને સુંદર બનાવવાની દિશામાં આગળ ધપી રહી છે.
જેમાં ટાગોર રોડ પર વોચ ગોઠવવામાં આવી હતી . દરમિયાન આજે અંતરજાળમાંથી આવેલા એક ટેમ્પોમાં કચરાના પોટલા ખોલીને તેનો નિકાલ જાહેરમાં કરાતો હોવાનું જણાતા પાલિકાના સેનેટરી ઇન્સ્પેક્ટર કરણ ધુવાને કરવામાં આવેલા રિપોર્ટ પછી ઘટનાસ્થળે જઈને 1000નો વહીવટી ચાર્જ વસૂલવામાં આવ્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.